હોંકારાની જરૂર છે.

પ્રભુને માનવ ખરા હૃદયના ભાવથી જો ચેલેન્જ ફેકે તો પ્રભુને પણ આનંદ થાય કે કોઈક તો છે. જે મારા અસ્તિત્વમાં આંખો બંધ કરી ને નહી પણ ટકોરા મારીને પછી વિશ્વાસ મુકે છે… મેં પણ એક શિક્ષક હોવાને નાતે મેં પણ ભગવાન ની હાજરી પૂરી જોવાની ટ્રાઈ કરી જોઈ… જોઈએ ક્યારે હોંકારો મળે છે…
હું પ્રભુના હોંકારા અને તમારી (વાંચકો) ની કોમેન્ટ્સ ની રાહ જોવું છું…

આજ પણ તારા માનમાં મસ્તક નમી જાય છે,
તુજ પરમેશ્વર છે, હવે સાબિતીની જરૂર છે.

તે ખુબજ પરીક્ષાઓ લીધી, હવે મારો વારો છે.
હું જયારે તારો નંબર બોલું, હોંકારા ની જરૂર છે.

કદી ના દેખાનારો તું, દરેક રંગ માં હોવાનો છે,
બહુ ફરિયાદો છે, મારે ન્યાયધીશ બનવાની જરૂર છે.

ઉંબરે ઉંબરે, ટોડલે ટોડલે તારો વાસ હોય છે.
બહુ ખુશ દેખાય છે, ઠેબે ચડાવવાની જરૂર છે.