અમથી શું વેર વિહળા…

(પાળીયાદ પંચાળ નું પ્રગટ પીરાણું જ્યાં પરમ પૂજ્ય વિસામણબાપુ ની વિશ્વ પ્રખ્યાત જગ્યા આવેલી છે. હજારો ભક્તો ના કષ્ટ હર્યા છે. અને  આસ્થા સાથે ભક્તો દર્શને આવે છે. અને પોતાના કષ્ટો નું નિવારણ રૂપી શીતળ છાયા મેળવી ધન્યતા અનુભવે છે. એવા પરમ પૂજ્ય વિસામણબાપુ ને કાલી ઘેલી ભાષા માં વિનવણી અને ફરિયાદ રૂપી પ્રાર્થના કરી છે.)

અમથી શું વેર વિહળા, ન આવ્યો કષ્ટ હરવા,
આંખે નીંદર ઘેરાણી, કે અંગે આળસ ભરાણી.
નાગર નરસૈયો ભીડે ઘેરાયો, હદય તારે ડૂમો ભરાયો,
કળિયુગ ભલે કઠણ રહ્યો, તું હાથ હાર લઇ દોડ્યો.
જામીન  બની જદુનાથ, ધર્યો ભક્ત પ્રભુપાદ.
અમથી શું વેર વિહળા……

દૈત્ય ભ્રાત દશાનાનનો, શરણે આવ્યે ઉગાર્યો,
બિરુદ ધરી સૂર્યવંશનું, અર્થ શરણ અભ્યાગતનો વધાર્યો.
બની તે રાજા રામૈયો, વંશ રઘુ તણો દીપાવ્યો.ઇન્દ્ર કોપી વ્રજમાં વરસ્યો, તું અભિમાન ઓગળવા તરસ્યો.
આંગળીએ ધરી ગોવર્ધન પર્વતને, પ્રભુ થઇ તું સ્થપાયો.
માનવ બની ગોકુળમાં, ભક્ત ઉધારવા અવતર્યો.
અમથી શું વેર વિહળા……

કોલવો ભક્ત બેઠો હઠ કરીને, તારે આથમણે દ્વાર.
પાછો ફરી દઈ  દર્શન માધવા, દિન ભક્ત ને ઉદ્ધાર.
ફરી ઉગમણેથી આથમણે, ઉઘાડ્યા વિશ્વાસના દ્વાર.

પાંડવ કુળ  કાજ પરમેશ્વર, દિન-રાત તું જાગ્યો.
દ્રૌપદીના પાત્રને અક્ષય બનાવી, જગને જમાડ્યો.
લાજ ને લાખાગ્રહ થી બચાવી, કુલ પાંડવ બચાવ્યો.
અમથી શું વેર વિહળા……

મારવાડ મૂકી કાઠિયાવાડમાં અવતાર લઇ સંચર્યો.
કાઠી  કુળ  ઉજાળવા, ઠાકર માનવ બની અવતર્યો.
પાળીયાદે ગંગોત્રી, જમનોત્રી આવકારી ખવડ ઉધાર્યો.
અમથી શું વેર વિહળા……

પાળીયાદ ને આંગણે પ્રભુ પંડ્યે રામદેવ પધાર્યો.
ગેબી ને ચંદન નાથની કૃપા થી, ધર્મ વધાર્યો.
કાઠીનો કાઠીયાવાડ બચાવી, તેને ઉગાર્યો.
અમથી શું વેર વિહળા……

પૃથ્વીનો પાલનહાર, પ્રભુ કાળીયો કિરતાર.
ધરમ ની ધજા ફરકે, પાળીયાદ વિસ્તાર.
તારી આંખો માં વરસે પ્રેમ ની અખૂટ ધાર.
અમથી શું વેર વિહળા……

અમે દિન, મતી હીન, ભૂલ્યા અમે સત કેરી કેડી.
નાથ તારો બાળક જાણી ઉગારજે ખોળે તેડી.
તોડજે હીણા કર્મો અને વ્યસનો તણી બેડી.
અમથી શું વેર વિહળા……

 -ખવડ જયરાજ રવુભાઇ  ની  ઠાકર ના ચરણે આરદા…

 

img_header_temp-u2195
જગ્યા નું મુખ્ય મંદિર, શ્રી રામ દરબાર