કાઠી માટેનું શૌર્ય ગીત..

વટ રાખવો પડે કોકદી વેરે, ભડ તો સામે પાગ ભરે,
પ્રાઠી ઘર ધખશાળી પંવગે, કાઠી ભાલે માગ કરે,

પાવર જયારે આફ્ળી પરજુ, ઘોડે ફર બાંધીયા ઘેર,
જામ કટક દડી જેમ જીત્યા , તેદી સોમલીયે પકડી શમશેર,

કાઠીને પડે જઈ કસાલો , તેજકળા મખ ચડે તેદી,
હાર્યા તણો ઈરાદો હાડે , કાઠી વરણ ને ના હોઈ કદી,

ભાયતણો કહે ભુપતિઓ, રાખો કુળની રીત રદે,
કવિયા થકી જો પાંતરે કાઠી, તો વેળા પરમાણ વદે,

કાળું કહે સાંભળો મેપત, જાયર આથ વાવરે જાન,
પટાધર કુળ વીણ ના પાકે, ધરતી વીણ ના પાકે ધાન,

વરવે – બીયા શિખામણ વાળો, ફર બોલા ન ભૂપ ફરે,
ના કાઠી ની વાત કરતા, કાઠી હોય ત્યાં વગત કરે,