Menu Sidebar
Menu

જયરાજ ખવડ

મારું નામ ખવડ જયરાજ રવુભાઇ છે. હું ઉચ્ચ પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું. મારો સ્નાતક કક્ષા નો મુખ્ય વિષય અંગ્રેજી છે. પણ મારો શોખ નો વિષય ગાંડપણ ની હદે ગુજરાતી સાહિત્ય છે. એમાય ચારણી અને ડીંગળી સાહિત્ય પ્રકાર નો ખુબ શોખ છે…..

સ્વરચિત

ક્ષીતિજ

ઝૂકેલી નઝરોથી આકાશ પણ દેખાય ક્ષીતિજ પર, નઝર ઉઠવી આ અમાપ આભને ગર્વથી માપી જો. માન્યું કે જીવન જીવવું અહી સહેલુંતો નથીજ, મોતના ડરને થોડો આઘો ખસેડી જીવીતો જો. કાલે ફરીવાર આવે કે ના આવે ફકીરને શી ફિકર, મળી છે આજની આ ઘડી સારી રીતે માણીતો જો. ‘પથીક’ સફળતાનુ શિખર ચડવુ જરાય સહેલુતો નથીજ. સફળતાનુ […]

મળે ન મળે…

ચાલો આજે મનભરી ને આંસુ વહાવી લઉં. કાલ આ તારા મંડળે મળ્યું આભ મળે ન મળે. મનભરી ને વહેતા આંસુ ને સાચવી લઉં. કાલ ફરી આવું અમુલ્ય પાત્ર મળે ન મળે. અહર્નિશ કોસતો રહ્યો, આજ રડી લઉં. ફરી કોઈ આવું ધરાનુ ઢાકણ મળે ન મળે, ‘પથીક’ એની દુનિયા તો છે રંગીલી, સમજી લઉં, ફરી પ્રભુ […]

રાજકારણ

બેઈમાનો ની આ દુનિયામા, સહન કરે છે આ ઈમાનદારો. પ્રજા તંત્રની ખરસી પર બેસીને, તેઓ કરેછે મોટા મોટા કોભાંડો. કૃષ્ણની આ ધરતી ઉપર એ, કરે છે કોભાંડો ધાસ-ચારાના. આતંકની પીઠ થાબડીને, બનાવે છે આતંકના ઓંછ્યા. રામની આ ધરતી ઉપર ભોળવી જનતાને નામ રામનું વપરાય છે. ભગવાનના નામે મત મેળવીને, પછી તાગs ધિન્ના કરાય છે. ચડાવે […]

લોમેવધામ

લેવા સંત ચરણે વિશ્રામ, મારે જાવું ધજાળા ધામ. ——————————– સુંદર દેવળ શોભે લોમેવનાથની, મેતો બાધા લીધી એના નામની.

મતિ ફરે માનવની, ત્યારે સાચું સુજાડે સંત,
છાંડી જાય સઘળા સીમાડા આતમનાં તંત.

હાલો માનવીયો રે, ધજાળા ધામમાં

રાગ- હાલો માનવીયો રે ગરવા ગિરનારમાં… હાલો માનવીયો રે, ધજાળા ધામમાં, અવતર્યો અજોધાનો રામ, માનવીયો રે.. જાદર ગોરખ ને લોમેવની ચેતના, પીરાઈ વડી પરચાળી, માનવીયો રે.. જગતાધાર દેવ બેઠો, લોમેવનાં રૂપમાં, પુરે છે સઘળી આશ, માનવીયો રે.. નકળંગી નાથ બેઠો છે, સંગ મા, લીલુંડા ઘોડે અસવાર,માનવીયો રે.. કોંડિલા કાન બેઠા, રાધે ના સંગ મા, જાણે […]

અમૂલ્ય બેનડી

(મારી શાળાની પ્રાર્થના સભામાં રક્ષાબંધન પૂર્વે વિદ્યાર્થીઓ દ્વારા ગવાતા લોકગીતો અને બાળગીતો માંથી પ્રેરણા લઇ ને બેન વિષે એક જોડકણા જેવું રચ્યું છે… આશા રાખું કે તમને પસંદ આવશે..) હસતા મુખે આવે બેનડી, ટાચકા ફોડી લે વારના બેનડી. જાણે પ્રેમની મુરત બેનડી, હિંમતે ભરેલી સુરત બેનની. ભાઈ પાછળ ઘેલી બેનડી, ઠેસે બોલે ખમ્મા વીરને બેનડી. […]

શ્રી ગણેશ સ્તુતિ

{દેવાધિ દેવ મહાદેવ ના પ્રિય પુત્ર ભગવાન ગણાધિપતિ ગણપતિ ની સ્તુતિ લખી છે તમને પસંદ આવ્યે માનિશકે ગણેશપ્રભુને પસંદ આવી…} શ્રી ગણપતિ દેવા, સર્વ દુઃખ હરનારા. રિદ્ધિ સિદ્ધિ અધિષ્ઠાતા, સર્વ સુખ કરનારા. દાળ-દુઃખ ભંજન, સુખની છોળ્ય કરનારા. અંધકાર હરન, નવો સૂર્યોદય કરનારા. માત રક્ષણ કરવા, તાત સાથે લડનારા. મુષક સવારી, જગને પ્રેમે પોષનારા. સમદર પેટ, […]

હોંકારાની જરૂર છે.

પ્રભુને માનવ ખરા હૃદયના ભાવથી જો ચેલેન્જ ફેકે તો પ્રભુને પણ આનંદ થાય કે કોઈક તો છે. જે મારા અસ્તિત્વમાં આંખો બંધ કરી ને નહી પણ ટકોરા મારીને પછી વિશ્વાસ મુકે છે… મેં પણ એક શિક્ષક હોવાને નાતે મેં પણ ભગવાન ની હાજરી પૂરી જોવાની ટ્રાઈ કરી જોઈ… જોઈએ ક્યારે હોંકારો મળે છે… હું પ્રભુના […]

Older Posts

પથીકની સંવેદના

મારા હૃદયની સંવેદના ની સરવાણી…

મારા વિશે

મારું નામ ખવડ જયરાજ રવુભાઇ છે.

હું ઉચ્ચ પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું.

મારો સ્નાતક કક્ષા નો મુખ્ય વિષય અંગ્રેજી છે.

પણ મારો શોખ નો વિષય ગાંડપણ ની હદે ગુજરાતી સાહિત્ય છે.

એમાય ચારણી અને ડીંગળી સાહિત્ય પ્રકાર નો ખુબ શોખ છે….

મારું સરનામું

મુ. ખીટલા
તાલુકો. સાયલા
જીલ્લો. સુરેન્દ્રનગર
પીનકોડે. 363440

ફોન નંબર: 9408146061
ઇમૈલ: jayraj.kathi89@gmail.com