Menu Sidebar
Menu

જયરાજ ખવડ

મારું નામ ખવડ જયરાજ રવુભાઇ છે. હું ઉચ્ચ પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું. મારો સ્નાતક કક્ષા નો મુખ્ય વિષય અંગ્રેજી છે. પણ મારો શોખ નો વિષય ગાંડપણ ની હદે ગુજરાતી સાહિત્ય છે. એમાય ચારણી અને ડીંગળી સાહિત્ય પ્રકાર નો ખુબ શોખ છે…..

શ્રી સૂર્ય સ્તવન

તસ્કર ભે ભગ્ગા, જન સૌ જગ્ગા, ચાલળ રગ્ગા રાસંગા,
મહિયાવટ મગ્ગા, કેસર કગ્ગા, લળી ઉમંગા લીરગ્ગા,
ચાળે અટ ચગ્ગા, ભસમ સધંગ્ગા, બોલ કલંગ્ગા દગેવા,
જય જય જગવંદન, કાશપ નંદન, દરદ નિકંદન રવિદેવા.

વીર રામવાળાની પ્રશસ્તીનું સપાખરૂં કાવ્ય

સાંધા ત્રોડીયા પાંજરાવાળા સાંકળેથી બાઘ છુટ્યા,
બાંગ બોલી ગાંમડામાં થીઆ હાકબાક,
જુટા સિંહ કાળઝાળ બછુટા પેનાગ જાણે,
તૃટા આસમાન કેતા ફુટ્યા જમીતાંક. ॥૧॥

ઝાળાં ફાળાં તેગવાળાં પ્રલેકાળાં વેર જાગ્યાં,
પા’ડ વાળા રંગ્યા ગાળા રગતાળા પુર,
ફોગાળા ઉઢેળા વાહે વાદળારા નોર ફરે,
પડે તાળી બંધુકારી વાગ્યાં રણતુર. ॥૨॥

કેંકાણા ઝણંકી કડી ઠણંકી પાખરાં કડી,
ઝણંકી ઝરદાંખાખ ઉઠિયા જોધાર,
રણંકી સિંધવા રાગ ઠણંકી ઉઠીયા રોગા,
ડણંકી મામલે શુરા કરે મારામાર. ॥૩॥

હનુંમંત ધોમવાને લંકા ઢાળ્યા જેમ દાહ્યા,
વેરી હુંદા વાળા, ગાળા ત્રોડિયા વિશેક,
ધોળે દિ’એ ગામડામાં લુંટવાને પડે ધાડાં,
મારી ધમરોળી વાળા, કર્યાં એકમેક. ॥૪॥

બંધ કર્યા ખાળે ખાળા ન ચાલે સાંગરા બેગ,
તેમ રૂંધ્યા કેડે કેડા ન ચાલે ટપાલ,
લાખું દળાં ભડાં વાળા કરે ન કો કોઈ લાળી,
મુખબાથી માર્યા કર્યા દેશરા પેમાલ. ॥૫॥

હાટડારી બંધ બારી વેપારી તો બેઠા હારી,
ખેડ વાડી સુકી વાડી પાવા લાગ્યા ખૂન,
બસાડારી લોકડારી ઉગરારી નકો’ બારી,
સીધા વાટ ઘાટ હાટ પડી ગયા સૂન. ॥૬॥

લોઢે સાગરારા કેના પ્રથમીરા ધડા લાગા,
કોપ્યા કિરતાર કેના થાવા પ્રલેકાળ,
હલબલ્યા પ્રથી પીઠુ મેદાનીરા મળ્યા હોળા,
બધાં ટોળાં ઠોરે ઠોર કુંકાવ્યા બૈતાળ. ॥૭॥

લલક્યાં ગ્રિધાંણ ટોળાં ગળે વાને માસ લોળા,
ભભક્યાં ભેરવાં કાળાં લેવા બળી ભોગ,
રતિયાં ઝંઝાળ્યાં નાળાં સિંધુડે ભ્રેકુંડ રંગ્યા,
જાગ્યાં ઘણે દિ’એ લાગ્યા તોપુવાળા જોગ. ॥૮॥

[ઉપર નું કવિત ખુબજ પ્રખ્યાત છે. નરવીર રામ વાળા માટે કવિ શ્રી ગીગા બારોટે લખ્યું છે. સપાખરા પ્રકાર ના કાવ્યો બોલવા અને ગાવા લખવા અઘરા છે… ઉપર ના સપાખરા નું સંપાદન અને અક્ષરાકન નાની ઉમર ના હોશીલા યુવાન અને કવિ શ્રી ચમનકુમાર ગજ્જરે કર્યું છે… એમની હોંશ અને પસંદગી ને સલામ..]

વીર રામવાળા

ધાનાણી ધીંગાણું કર્યું, ખેચીને હાલ્યો ખાગ,
પાછો ન ભરીયો પાગ, તે રણને ટાણે રામડા !

પગ પાક્યો પીડા વધી, ભડ બોરીયેગાળે ભેટ્યો,
હજુ એકે ડગ ન હટ્યો, તું રણને ટાણે રામડા !

પગ એક પાંગળો, અધર ભડાકો એક,
(તોય) ઠાવકી મારી ઠેક, તે રણને ટાણે રામડા !

ધાનાણી તે ધિબીયા , બાપ ને બેટો બે,
તુને નડતા તે, રાખ્યા તળમાં રામડા !

ધારી અમરેલી ધૃજે, થર થર ખાંભા થાય,
દરવાજા દેવાય, રોંઢે દિ’ એ રામડા !

ચાચઈને ડુંગર ચડી, હાકલ દેછ હિન્દવાણ,
ખેપટ જાય ખુરસાણ, કાળપૂંછા બીયા કાળાઉત !

વાટકી જેવડી વાવડી, રાવણ જેવડો રામ,
ગાયકવાડી ગામ, રફલે ધબેડે રામડો !

શક્તિ સૂતી’તી સોચમાં , આપ્યો નો’તો આહાર,
તરપત કરી તરવાર, રગત પાઈને રામડા !

ગઢ જુનો ગિરનાર, ખેંગારનો શ્રાપેલ ખરો,
સંઘર્યો નહીં સરદાર, (નકાં) રમત દેખાડત રામડો !

અંગ્રેજ જરમન આફળે, બળીયા જોધા બે,
ત્રીજું ગર્ય માં તે, રણ જગાવ્યું રામડા !

(ઝુલણો)
ધારી અમરેલીના સિમાડા ધૃજતા ગીરના ડુંગરે હાક પડતી,
ગામડે ગામડે ગોકેરા બોલતા રામને પકડવા ફોજ ફરતી,
તોય પકડાય ના રામવાળો ઘણા ઉગતા દિવસ ને રાત પડતી,
છેલ્લી સમશેર સોરઠ તણી ચમકતી એને ભાંગવા રાત દિ’ ફોજ ફરતી.

Newer Posts
Older Posts

પથીકની સંવેદના

મારા હૃદયની સંવેદના ની સરવાણી…

મારા વિશે

મારું નામ ખવડ જયરાજ રવુભાઇ છે.

હું ઉચ્ચ પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું.

મારો સ્નાતક કક્ષા નો મુખ્ય વિષય અંગ્રેજી છે.

પણ મારો શોખ નો વિષય ગાંડપણ ની હદે ગુજરાતી સાહિત્ય છે.

એમાય ચારણી અને ડીંગળી સાહિત્ય પ્રકાર નો ખુબ શોખ છે....

મારું સરનામું

To. Khitla
Ta. Sayla
Dist. Surendranagar
Pin. 363440

Phone Number :9408146061
Email : jayraj.kathi89@gmail.com