Menu Sidebar
Menu

જયરાજ ખવડ

મારું નામ ખવડ જયરાજ રવુભાઇ છે. હું ઉચ્ચ પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું. મારો સ્નાતક કક્ષા નો મુખ્ય વિષય અંગ્રેજી છે. પણ મારો શોખ નો વિષય ગાંડપણ ની હદે ગુજરાતી સાહિત્ય છે. એમાય ચારણી અને ડીંગળી સાહિત્ય પ્રકાર નો ખુબ શોખ છે…..

જયરાજ ખવડ

અમૂલ્ય બેનડી

(મારી શાળાની પ્રાર્થના સભામાં રક્ષાબંધન પૂર્વે વિદ્યાર્થીઓ દ્વારા ગવાતા લોકગીતો અને બાળગીતો માંથી પ્રેરણા લઇ ને બેન વિષે એક જોડકણા જેવું રચ્યું છે… આશા રાખું કે તમને પસંદ આવશે..) હસતા મુખે આવે બેનડી, ટાચકા ફોડી લે વારના બેનડી. જાણે પ્રેમની મુરત બેનડી, હિંમતે ભરેલી સુરત બેનની. ભાઈ પાછળ ઘેલી બેનડી, ઠેસે બોલે ખમ્મા વીરને બેનડી. […]

શ્રી ગણેશ સ્તુતિ

{દેવાધિ દેવ મહાદેવ ના પ્રિય પુત્ર ભગવાન ગણાધિપતિ ગણપતિ ની સ્તુતિ લખી છે તમને પસંદ આવ્યે માનિશકે ગણેશપ્રભુને પસંદ આવી…} શ્રી ગણપતિ દેવા, સર્વ દુઃખ હરનારા. રિદ્ધિ સિદ્ધિ અધિષ્ઠાતા, સર્વ સુખ કરનારા. દાળ-દુઃખ ભંજન, સુખની છોળ્ય કરનારા. અંધકાર હરન, નવો સૂર્યોદય કરનારા. માત રક્ષણ કરવા, તાત સાથે લડનારા. મુષક સવારી, જગને પ્રેમે પોષનારા. સમદર પેટ, […]

હોંકારાની જરૂર છે.

પ્રભુને માનવ ખરા હૃદયના ભાવથી જો ચેલેન્જ ફેકે તો પ્રભુને પણ આનંદ થાય કે કોઈક તો છે. જે મારા અસ્તિત્વમાં આંખો બંધ કરી ને નહી પણ ટકોરા મારીને પછી વિશ્વાસ મુકે છે… મેં પણ એક શિક્ષક હોવાને નાતે મેં પણ ભગવાન ની હાજરી પૂરી જોવાની ટ્રાઈ કરી જોઈ… જોઈએ ક્યારે હોંકારો મળે છે… હું પ્રભુના […]

કાઠી માટેનું શૌર્ય ગીત..

વટ રાખવો પડે કોકદી વેરે, ભડ તો સામે પાગ ભરે, પ્રાઠી ઘર ધખશાળી પંવગે, કાઠી ભાલે માગ કરે, પાવર જયારે આફ્ળી પરજુ, ઘોડે ફર બાંધીયા ઘેર, જામ કટક દડી જેમ જીત્યા , તેદી સોમલીયે પકડી શમશેર, કાઠીને પડે જઈ કસાલો , તેજકળા મખ ચડે તેદી, હાર્યા તણો ઈરાદો હાડે , કાઠી વરણ ને ના હોઈ […]

અમથી શું વેર વિહળા…

(પાળીયાદ પંચાળ નું પ્રગટ પીરાણું જ્યાં પરમ પૂજ્ય વિસામણબાપુ ની વિશ્વ પ્રખ્યાત જગ્યા આવેલી છે. હજારો ભક્તો ના કષ્ટ હર્યા છે. અને  આસ્થા સાથે ભક્તો દર્શને આવે છે. અને પોતાના કષ્ટો નું નિવારણ રૂપી શીતળ છાયા મેળવી ધન્યતા અનુભવે છે. એવા પરમ પૂજ્ય વિસામણબાપુ ને કાલી ઘેલી ભાષા માં વિનવણી અને ફરિયાદ રૂપી પ્રાર્થના કરી છે.) અમથી શું વેર વિહળા, ન […]

કૌન જાને…

જગમે કિંમત નાહીં ઇનકે બીના ઇનકો, પુણ્યનકો કૌન જાણે યહી બીના પાપકો. નૈનન કો કૌન જાને યહી બીના દ્રષ્ટિકો, અન્ન કો કૌન જાણે યહી બીના ભૂખકો. વિધાકો કૌન જાને યહી બીના વિનયકો, તરવારકો કૌન જાણે યહી બીના હાથ પાનીકો. ભગવાનકો કૌન જાણે યહી બિન ભકતનકો, “પથિક” કો કૌન જાણે બિન તેરી કૃપાનકો. તા: 6ઠી મેં 2013 […]

મા ઉપરના દુહા

નામ ઃ દુલા ભાયા કાગ -”કાગ બાપુ”- જન્મ ઃ ૨૫-૧૧-૧૯૦૨ અવસાન ઃ ૨૨-૦૨-૧૯૭૭ જન્મસ્થળ ઃ મજાદર ( તા.મહુવા, જિ.ભાવનગર ) અભ્યાસ ઃ પાંચ ધોરણ કાવ્યગ્રંથ ઃ કાગવાણી ઃ ભાગ ૧,૨,૩,૪,૫,૬,૭ ગિયા માસ ગળ્યે, તો હાડે હેવાયા કરે; (ઍ) માતા જાય મર્યે, (ઍને) કેમૅ વિસરિઍ, કાગડા ? ચિન્ધે ન છોરુને, લથડિય અગડા લિયે; મરતા લગ માને […]

દુહા છંદની રમઝટ

ધગધગતી ધારા, તોય બહારા, પાકે બહારા પોબારા, ધરતી ગાજે, કાયર ભાગે, હાંકે દેતા, હોંકારા, જનનીના જાયા કવિએ ગાયા લોક વિરલા કો’ક જડે, મેદાને મરવા, અવસર વરવા, મરદ કસુંબલ રંગ ચડે. જીય મરદ કસુંબલ રંગ ચડે– રણશીંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે, ધગ ધગતી ધરતી ફોજુ ફરતી વિનાશ કરતી તેગ વડે, જનનીના જાયા કવિએ […]

સર્જન ને પ્રશ્ન

રામ નો વનવાસ ક્યારે પૂરો થશે? મંદિર થી નીકળી ક્યારે હૈયે વસે? આજ રાવણો ના માથા કેમ કરી ખૂટે? આ નાગ પોતાની પૂછડીએજ કેમ ડસે? બીજા ને પીડી માનવ શા માટે હસે? એ ભરત થઇ ખુરસી થી ક્યારે ખસે? “પથીક” માણસ થી માણસ કેમ નાસે? આખી દુનિયા મો છુપાવી કેમ શ્વસે…?

મારી પાપા પગલીઓ…!!

આજ એમની યાદો ને ઇન્કાર કરવાની કોઈ ઈચ્છા નથી, આંખો માં શ્રાવણીયો ભાર છે, વરસવા ની કોઈ ઈચ્છા નથી. એ પથ્થર થઇ પૂજાવા લાગ્યા, પ્રણામ ની કોઈ ઈચ્છા નથી. હું માંગું તો બ્રહ્માંડ નું રાજ મળે, ભિખારી બનવાની ઈચ્છા નથી. નયનો માં શમાણા નો શણગાર, નીરખવા ની કોઈ ઈચ્છા નથી. મારી ફરતે કાંટાળા ફૂલો ના […]

Older Posts

પથીકની સંવેદના

મારા હૃદયની સંવેદના ની સરવાણી…

મારા વિશે

મારું નામ ખવડ જયરાજ રવુભાઇ છે.

હું ઉચ્ચ પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું.

મારો સ્નાતક કક્ષા નો મુખ્ય વિષય અંગ્રેજી છે.

પણ મારો શોખ નો વિષય ગાંડપણ ની હદે ગુજરાતી સાહિત્ય છે.

એમાય ચારણી અને ડીંગળી સાહિત્ય પ્રકાર નો ખુબ શોખ છે....

મારું સરનામું

To. Khitla
Ta. Sayla
Dist. Surendranagar
Pin. 363440

Phone Number :9408146061
Email : jayraj.kathi89@gmail.com