વીર રામવાળાની પ્રશસ્તીનું સપાખરૂં કાવ્ય

સાંધા ત્રોડીયા પાંજરાવાળા સાંકળેથી બાઘ છુટ્યા, બાંગ બોલી ગાંમડામાં થીઆ હાકબાક, જુટા સિંહ કાળઝાળ બછુટા પેનાગ જાણે, તૃટા આસમાન કેતા ફુટ્યા જમીતાંક. ॥૧॥ ઝાળાં ફાળાં તેગવાળાં પ્રલેકાળાં વેર જાગ્યાં, પા’ડ વાળા રંગ્યા ગાળા રગતાળા પુર, ફોગાળા ઉઢેળા વાહે વાદળારા નોર ફરે, પડે તાળી બંધુકારી વાગ્યાં રણતુર. ॥૨॥ કેંકાણા ઝણંકી કડી ઠણંકી પાખરાં કડી, ઝણંકી ઝરદાંખાખ […]