કાઠીઓ અને કાઠીયાવાડ

ઘોડે સવાર થઇ, હાથ હથિયાર લઈ,

ધર્મે યુધ્ધ લઈ, કાઠીએ કાઠીયાવાડ કિધો.

કાઠી જ્ઞાતિ ની ઉત્પત્તિ વિષે ઘણા મતમતાંતર પ્રવર્તે છે. કાઠી જ્ઞાતિ લડાયક અને ખમીરવંતી છે. ગાય, બ્રાહ્મણ અને સ્ત્રી ની રક્ષા માટે પોતાની જીંદગી હોડ માં મુકતા પણ નહોતા અચકાતા. કાઠી નું સૌથી માનીતું હથિયાર બરછી છે. કાઠી એક સૂર્ય પૂજક અથવા તો ખુદ સૂર્ય ના પુત્રો છે. કાઠી કદી સવિતા નારાયણ અથવા સૂર્યનારાયણ પાસે ધન દોલત કે સુખ સાહ્યબી નથી માંગ્યા એણે તો માત્ર આબરૂ ની ખેવના કરી છે. એથી તો એમણે ભગવાનને પ્રાર્થના કરતા કહ્યું કે

“ભલે ઉગ્યા ભાણ, ભાણ તીહરા ભામણા,

મરણ જીયણ લગમાણ, રાખજો કશ્યપ રાઉત”

સિમ્પલ અર્થ માં

“હે કશ્યપ ના કુવર હે બાપ સુરજ નારાયણ મારે ધન દોલત સુખ સાહ્યબી કઈ નથી જોઈતું, પણ આ દુનિયા માં મારા જેટલી ઘડી ના શ્વાસ લખાયા હોય ત્યાં સુધી મારી આબરૂ ને ઈજ્જત ને અકબંધ રાખજો”

(ઉપર આપેલો ફોટો બીલખા દરબાર શ્રી નાજા વાળા સાહેબ નો છે.)