સર્જન ને પ્રશ્ન
રામ નો વનવાસ ક્યારે પૂરો થશે? મંદિર થી નીકળી ક્યારે હૈયે વસે? આજ રાવણો ના માથા કેમ કરી ખૂટે? આ નાગ પોતાની પૂછડીએજ કેમ ડસે? બીજા ને પીડી માનવ શા માટે હસે? એ ભરત થઇ ખુરસી થી ક્યારે ખસે? “પથીક” માણસ થી માણસ કેમ નાસે? આખી દુનિયા મો છુપાવી કેમ શ્વસે…?