મળે ન મળે…

ચાલો આજે મનભરી ને આંસુ વહાવી લઉં.
કાલ આ તારા મંડળે મળ્યું આભ મળે ન મળે.

મનભરી ને વહેતા આંસુ ને સાચવી લઉં.
કાલ ફરી આવું અમુલ્ય પાત્ર મળે ન મળે.

અહર્નિશ કોસતો રહ્યો, આજ રડી લઉં.
ફરી કોઈ આવું ધરાનુ ઢાકણ મળે ન મળે,

‘પથીક’ એની દુનિયા તો છે રંગીલી, સમજી લઉં,
ફરી પ્રભુ પાસેથી આવી સમજણ મળે ન મળે.