એક લોમેવનો આધારજી
(પાંચાળનાં પીર એવા લોમબાપુ અને મહંત શ્રી ભરતબાપુનાં ચરણે આવડ્યા એવાં શબ્દો મા કાલાવાલા કર્યા છે, આપને ગમે તો આપની મોટાઈ હશે.. અને કોઈ ભુલ હશે તો એ મારી હશે…)
*રાગ- પગ મને ધોવા દ્યો રઘૂરાય*
લોમેવ તણો આઘાર, જાણે ઉગમણો અજવાસ,
એક લોમેવનો આધારજી..
ચૌ દિશે અંધાર ધેરાણા, રાવણ નાં છે રાજજી,
સેવક ગણ નો સુરજ ઉગ્યો (૨), જાણે અજોધાનો રામ.
*એક લોમેવનો આધારજી (૧)*
ખેડૂ સઘળા દુ:ખે ઘેરાણા, ધરા પરે બળે લાયજી,
વાલો વિશ્વાસ રૂપે આવી (૨), જગને કરવા સહાય.
*એક લોમેવનો આધારજી (૨)*
મહંત અમારાં માલમી, મીઠી નજરુંના મેળાપજી,
શાંતિ પમાડે સંત જન(૨), કૂમ્પ અમીના કેવાય.
*એક લોમેવનો આધારજી (૩)*
દુઃખો સઘળા દળી દીધાં, કીધો નિજનો ઉદ્ધારજી,
ઝેર જીરવ્યાં જગતના (૨), દીધાં અમી ઓડકાર.
*એક લોમેવનો આધારજી (૪)*
‘જયરાજ’ નમીલે નાથને, ભજ્યા સમો ભગવાનજી,
બીજી સઘળી આળ-પંપાળ(૨), નરકે લઇ જનાર.
*એક લોમેવનો આધારજી (૫)*
ભાવ વંદના- જયરાજ ખવડ (ખીટલા)
શબ્દ સુધાર- ભનુભાઈ ખવડ (સેજકપર)
Leave A Comment