વીર રામવાળાની પ્રશસ્તીનું સપાખરૂં કાવ્ય
સાંધા ત્રોડીયા પાંજરાવાળા સાંકળેથી બાઘ છુટ્યા,
બાંગ બોલી ગાંમડામાં થીઆ હાકબાક,
જુટા સિંહ કાળઝાળ બછુટા પેનાગ જાણે,
તૃટા આસમાન કેતા ફુટ્યા જમીતાંક. ॥૧॥
ઝાળાં ફાળાં તેગવાળાં પ્રલેકાળાં વેર જાગ્યાં,
પા’ડ વાળા રંગ્યા ગાળા રગતાળા પુર,
ફોગાળા ઉઢેળા વાહે વાદળારા નોર ફરે,
પડે તાળી બંધુકારી વાગ્યાં રણતુર. ॥૨॥
કેંકાણા ઝણંકી કડી ઠણંકી પાખરાં કડી,
ઝણંકી ઝરદાંખાખ ઉઠિયા જોધાર,
રણંકી સિંધવા રાગ ઠણંકી ઉઠીયા રોગા,
ડણંકી મામલે શુરા કરે મારામાર. ॥૩॥
હનુંમંત ધોમવાને લંકા ઢાળ્યા જેમ દાહ્યા,
વેરી હુંદા વાળા, ગાળા ત્રોડિયા વિશેક,
ધોળે દિ’એ ગામડામાં લુંટવાને પડે ધાડાં,
મારી ધમરોળી વાળા, કર્યાં એકમેક. ॥૪॥
બંધ કર્યા ખાળે ખાળા ન ચાલે સાંગરા બેગ,
તેમ રૂંધ્યા કેડે કેડા ન ચાલે ટપાલ,
લાખું દળાં ભડાં વાળા કરે ન કો કોઈ લાળી,
મુખબાથી માર્યા કર્યા દેશરા પેમાલ. ॥૫॥
હાટડારી બંધ બારી વેપારી તો બેઠા હારી,
ખેડ વાડી સુકી વાડી પાવા લાગ્યા ખૂન,
બસાડારી લોકડારી ઉગરારી નકો’ બારી,
સીધા વાટ ઘાટ હાટ પડી ગયા સૂન. ॥૬॥
લોઢે સાગરારા કેના પ્રથમીરા ધડા લાગા,
કોપ્યા કિરતાર કેના થાવા પ્રલેકાળ,
હલબલ્યા પ્રથી પીઠુ મેદાનીરા મળ્યા હોળા,
બધાં ટોળાં ઠોરે ઠોર કુંકાવ્યા બૈતાળ. ॥૭॥
લલક્યાં ગ્રિધાંણ ટોળાં ગળે વાને માસ લોળા,
ભભક્યાં ભેરવાં કાળાં લેવા બળી ભોગ,
રતિયાં ઝંઝાળ્યાં નાળાં સિંધુડે ભ્રેકુંડ રંગ્યા,
જાગ્યાં ઘણે દિ’એ લાગ્યા તોપુવાળા જોગ. ॥૮॥
[ઉપર નું કવિત ખુબજ પ્રખ્યાત છે. નરવીર રામ વાળા માટે કવિ શ્રી ગીગા બારોટે લખ્યું છે. સપાખરા પ્રકાર ના કાવ્યો બોલવા અને ગાવા લખવા અઘરા છે… ઉપર ના સપાખરા નું સંપાદન અને અક્ષરાકન નાની ઉમર ના હોશીલા યુવાન અને કવિ શ્રી ચમનકુમાર ગજ્જરે કર્યું છે… એમની હોંશ અને પસંદગી ને સલામ..]
વાહભાઈ વાહ સુવાત છે માજા આવી ગઈ
ખૂબ જ સુંદર સાહેબ…
આપની આ પ્રવ્રુતિ ખરેખર પ્રશંસનીય છે.
તમારી સાહિત્ય લગની અને સેવાને સો સલામ. ‘સપાખરા’ પ્રકારની આજે જ ખબર પડી.
તે પ્રકાર વિશે માહિતી આપશો તો આભારી થઈશ.
વાહ કેટલા દિવસ થી આ સપાખરું ગોતું સુ
આજે રાત્રે 3વાગ્યે મળ્યું .પણ મજા આવી ગઈ
ખૂબ ખૂબ આભાર તમારો.
Aaj vir ras kahevay
Dhanya che sorth dharni
Jya vir ramvalo janmiyo
Jay ma sonal
સલામ 6 ચમનકુમાર ને
“જય માતાજી”
ડાબલા માંડતા ધરા ધમકે સાંજહી કોટે રંભડા જકોટ આ સપાખરુ આખુ હોય તો લખી મોકલો
*{ ६ }.||वाह घोडा वाह||:-कवि दुला भाया काग*
*||गीत सपाखरू||*
छूटा ग्राहबे वोम बछूटा रोकता धराका छेडा
उठाहबे पागा महि शोभता अथोग
धाहबे खगेश तके वेगरा अथाह धख्या
साहबे नाखता पागा नटव्वा अमोध (1)
डाबला मांडतां धरा धमंके साबधी दणी
झमंके साजहीं कोटे रंभरा झकोळ
चमके वाहसे जाणी वीजळी जालदा चळी
भ्रम्मवाळा भारे ठाळा गतिवाळा मोर (2)
वांभशी सांकळांवाळा टांक कानसोरी वदां
कुरंगां आंखडीवाळा मूलरा करोड
भालावाळा लटां केश फोरणां उलंधी भजे
जटाळा जोगंद्र नहीं पटाळाकी जोड (3)
छाछरा भालरा छातीयां ढालरा समां
चोडा त्रींग बाजोठरा खाळीया सढाळ
साकाबंधी तांसळीरा ओपता डाबला चोडा
ठमकंता घोडा नाडा तोड सांधे ठाळ (4)
अंजळिमां पीता पाणी मोकली वखाणी आप
जांगळां थोकरा धरा पूंछरा झपाट
केशवाळी ढींचणारा ओवाराणा लीये काजु
थडक्के धरास वांसा डाबकी थपाट (5)
लगामे गराया हाथ ऊतरे गढांपे लाया
टोळे मृग्गवाळा फोळे खीजीया तोखार
चडाया वा’णरा सढां देखी कंपे निज छाया
नाचरा नचाया के हसाया नरां नार (6)
करंता नख्खरा देखी धरापति रीझे केक
डरंता माठरा नरा घडेला देखाव
बाथां पाव उंडळां के भरंता भोमरी बथ्थां
नवल्ला बनाया घोडा ब्रह्मांडका नाव (7)
चोब नगारांपें पडे गेडीया भारथां समे
धमां धमां खमा खमा दिहंता धमंक
धनकटां धनकटां तबल्लां तालरा घोडा
चटां पटां पाणरा के अंगरा चमंक (8)
वागडदा गागदडा अंगठाळ फाळ सांधे वाह
आगडदा गागडदा थेइ थाइ थटां अंग
धीनकटां धररर धमां धमां खमा घोडा
तागडदा थागडदा ठाळ सांधणा तुरंग (9)
बाहोळारा पुत्र रोझा आशा घोडां नके बीजे
वदां नाथ रोहणीका चंद्र जसा वान
छूटता रमेवा घोडा बजारां सांकडी सोडा
वाह हीपडारा घोडा देवरा वेमान
*रचयिता:-कवि दुला भाया काग*
ગજબ
ડાબલા માંડતા ધરા ધમકે,
સાંજહી કોટે રંભડા જકોટ.
હવે સુર્યદેવ પછી આપે પાસે,
ચાંદ રાખે ને સાથે જાવે વરસે.
વાતો કરે વરસાદ અપાર,
ધરા પર ફેરી મોટા મોટા છાપર.
મળે રમતમાં મનને સુખ,
જીવનને જગાવે તાજગ.
નાચે પડે મારી આંખમાં જોવું,
રમે જીવની આપે સાથે રોવું.
હવે ડાબલા માંડીને ધરાવે રંભડો,
જકોટને મારે નજરે અંબડો.
ડાબલા માંડતા ધરા ધમકે સાંજહી,
જીવનમાં વધે આનંદની વાતમાં.
વાહ…ભાઈ…ખૂબ સરસ…
વાહ હુ પણ ઘણા દિવસ થી શોધતો હતો આજે હુ ખુબ જ ખુશ છુ
વાહ આજે હુ ખુબ જ ખુશ છુ
ધન્ય છે આના સર્જક ને… સલામ છે જેના માટે આ રચના કરવામાં આવી છે તેને…
વાહ શું વાત છે કેટલા દિવસ થી સપા ગોતતો હતો અને મળ્યું ખૂબ જ સુંદર
શૈલશુંગ સમવિશાલ જટાજુટ ચંન્દ્રભાલ શિવ તાંડવ મોકલો તમને મારા જય માતાજી
અત્યારે અમારી પાસે નથી, પણ ગોતવાની કોશીસ કરીશ.
આભાર
યુવરાજ ખવડ
શૈલશુંગ સમવિશાલ શિવ તાંડવ આખો હોય તો મોકલો.જય માતાજી.
શૈલે શું ગ સમ વિશાલ જટાજૂટ ચંદ્રભાલ, ગંગકી તરંગ મોલ, વિમલ નીર ગાજે, લોચન ત્રય લાલલાલ ચંદનકી ખોરી ભાલ, કુમકુમ સિંદુર ગુલાલ, ભ્રકુટી વર સાજે
મુંડન કી કંડન માલ, વિહસત હૃદય કે ખુશાલ, ફટિક જાલ રૂદ્રમાલ હરદયાલ રાચે, બમ બમ બમ ડમરૂ બાજ, નાઇવેદ સ્વર સુસાજ, શંકર મહારાજ આજ તાંડવ નાચે. (૧)
સનકાદિક સુર સમાજ, પ્રમુદિનિમ દેવરાજ, પાણિની મુનિ મન વિભ્રાજ, રિદ્ધિ સિદ્ધિ દાની,પ્રથમ વિકસ ઓમકાર, વર્ણ સર્વ કો ઉચ્ચાર, અક્ષર સ્વર નિરાકાર, વૈખ રી સુ બાની,
કચટતપ સુનામ ધાર વર્ગ વર્ગ કો ઉચાર, બ્રહ્મ કો વિચાર સાર, સત્વરૂપ પાંચે બમ્ બમ્ બન્ ડમરૂ બાજ, નાદવેદ સ્વર સુસાજ. શંકર મહારાજ આજ તાંડવ નાચે… (૨)
ધાધિલાંગ ધાધિલાંગ, વિધિકટ ધિધિકટ વિલાંગ, બાર્જત મરદંગ મધુર વિષ્ણુ કેમર બાંધે, સસસ ગગગ સંગમ પગમ ગમ પગમ ગ ગર્સ, કર વીણાધર નારદજી સારદ આરાધે,
કિન્નર ગંધવ સવ, ચારણ અસર સગર્વ, ધમ અર્થ કામ મોક્ષ સો પ૨ોક્ષ યાચે બમ્ બમ બમ ડમરૂ બાજ, નાદવેદ સ્વર સુસાજ. શંકર મહારાજ આજ તાંડવ નાચે… (૩)
ઝંઝક ઝંઝક ઝઝાજ, કિટ કિટ મંદિર ઉપાજ, કિધિન કિટધિન નગાર, ધમક ધમ ધમાકે, છુ મક છુમક છમ છમાક, ઝાંઝર ઝમ ઝમાંકે, ઘુઘર ધમ ધમ ધમાક, ધમક ધમ ધમાકે,
કટિ તા લટ લટક લટકિ, ફરગટ ગતિ અચકિ અચકિ, નિરખત સુર ઉચકી ઉચકી મચક લાગે, બમ બમ્ બમ ડમરૂ બાજ, નાદવેદ સ્વર સુસાજ. શંકર મહારાજ આજ તાંડવ નાચે… (૪)
ધતુતુ ધતુત તુરિય બાજ, તુહિ તુહિ તુહિ કરત ગાજ, શંખનાદ શિંગવાઘ, વિવિધ વાદ ભેરી, તા તતાક તા તતાક, બજત તાલ તાકે તતાક, થરકત લરકત લખાત, ચંદ મંદ હેરી,
અમરી ગણ સુમન જાલ, વરખત હરખત ખુશાલ, મુનિજન માનસ વિશાલ, અમિતરૂપ માચે, બનું બમ્ બમ ડમરૂ બાજ, નાવેદ સ્વર સુસાજ . શંકર મહારાજ આજ તાંડવ નાચે… (૫)
જય જય જય જપત દેવ, વંદત પદ મહાદેવ, રામકૃષ્ણ કરત સેવ શામ તું નિવાજે. અદ્ભૂત અઘટિત ઘાટ, વિઘટિત સુઘટિત કપાટ, તાંડવકો કરત નાટે, જો ગીરાટે આજે.
અકથ અલખ અતિ અનૂપ, નિરખત સુર નમત ભૂપ, શંકર હર વિશ્વરૂપ, ઈમિ સ્વરૂપ યાચે, બમ બમ્ બમ ડમરૂ બાજ, નાદવેદ સ્વર સુસાજ. શંકર મહારાજ આજ તાંડવ નાચે… (૨)
વરસાદ નું છપાખરુ
ચડ્યા અષાઢી વાદળા કાળા…
આખો હોય તો મોકલો
લખેલ તો અત્યારે નથી .. પણ આ https://www.youtube.com/watch?time_continue=41&v=jX5CErn_Kw4 વીડિઓ સાથે છે.
ચડ્યા અષાઢી વાદળા કાળા,
વારસાડે મોટે ગરજે જળા.
ધરતી પાસે વધે સંભળે ઘનશ્યામ,
પૃથ્વીને નાંખીને મોનાશ્યામ.
વરસ્યાં મોટી બૂંદો પડે જમીન,
ગુજરાતીમાં ભીગે જાય મનીન.
હેલી હેલી સાંભળે મુકડે મળાં,
મળે ગરજે મોટી વારસાડની રલાં.
અષાઢી મહિને ઘરે રમે બાળકો,
ઉદાસીનતાથી રમે તોડી રામકો.
પાની પડે સવારે અને સાંજે,
ક્ષીણ થાય ધરતીની સર્વ પ્રાણને.
પાણીને જોઇને ખુશી થાય મની,
નાનો વરસાદમાં મળે રમવા વની.
ચડ્યા અષાઢી વાદળા કાળા,
મોટે જળાવે મનને પ્રેમની જાળા.
તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ હું બહુ સમય થી રામ વાળા નું સપાખરું ગોતતો હતો અને આજે મળી ગયું તમારા દ્ધારા માટે ખૂબ ખૂબ આભાર સાહેબ
વાહ ખુબ મજા આવી
જય માતાજી
જોરદાર તમારો ખુબ ખુબ આભાર કે આવા સાહિત્ય ને ટકાવી રાખવા માટે. તમને કોટી કોટી પ્રણામ
Bhai chapakhara ni sarvapratham rachna kone kari hati ?