Menu Sidebar
Menu

જયરાજ ખવડ

મારું નામ ખવડ જયરાજ રવુભાઇ છે. હું ઉચ્ચ પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું. મારો સ્નાતક કક્ષા નો મુખ્ય વિષય અંગ્રેજી છે. પણ મારો શોખ નો વિષય ગાંડપણ ની હદે ગુજરાતી સાહિત્ય છે. એમાય ચારણી અને ડીંગળી સાહિત્ય પ્રકાર નો ખુબ શોખ છે…..

નમું આજ આદિત્યને હાથ જોડી

નમું આજ આદિત્યને હાથ જોડી, પ્રભુ કર્મનાં બંધનો નાખ તોડી;
રવિ ભાવથી તુજને શિશ નામું, કૃપા દ્રષ્ટિથી જો મુજ રંક સામું.
કરું વિનંતી આજ હું શુદ્ધ થાવા, ઊઠ્યું મનડું તાહરા ગુણ ગાવા;
વંદુ નિર્મળી બુદ્ધિ પ્રેરિત વાણી, તમે શુદ્ધ દ્યો અક્ષરો ભક્ત જાણી.
અહો કેમ હું વર્ણવું વાત તારી, રહ્યો માનવી અલ્પ છે બુદ્ધિ મારી;
બધા દેવને ક્રોડ તેત્રીસ માંહે, રવિ તુજથી ઉપરી કોણ થાએ?
મણિ માત્રના તેજ તે તુંથી રીઝે, નથી ઉપમા જગતમાં તારી બીજે;
સહુ તીર્થમાં શ્રેષ્ઠ છે તેજ તારું, નિહાળી થયું તુષ્ટ આ મન મારું.
ધરાને નિભાવે તું આકાશવાસી, નવે ખંદમાં તું રહ્યો પ્રકાશી;
રવિ ઊગતાં પદ્મનાં પુષ્પ ફૂટે, ધરે ધ્યાન સૌ કર્મના બંધ છૂટે.
પ્રભાતે સહુ કામધંધે ગૂંથાયે, મુનિ ગુરુ આરાધવા બેસી જાયે;
ધરે ધ્યાન તારું જપે મંત્ર માળા, વદે સૂર્યના શ્લોક સર્વે રસાળા.
ટળે તાપ સંતાપ સૌ પાપ કાપે, પ્રભુ ભક્તને ઝટ તું મુક્તિ આપે;
ધરા સૂર્યનાં કિરણથી શુદ્ધ થાયે, વળી વૃક્ષને પ્રાણી સૌને જિવાડે.
વીતે રજની ને ઉષા કાળ થાયે, કરે પંખી કલ્લોલ ને ગીત ગાયે;
વળી પંથી ને તસ્કરોની ભ્રાંતિ ભાગે, કરે કામ ને જગતના જીવ જાગે.
સહુ દેવમાં દેવ આદિત્ય સાચો, નહિ એ મહારાજ સંવેદ વાંચ્યો;
નમે જગત આખું વળી વિશ્વ વેલી, નમે પંડિતો મનનાં ગર્વ મેલી.
નમે દેવતા દાનવો રંક રાય, ગુણો વિષ્ણુ બ્રહ્મા તથા રુદ્ર ગાય;
ફૂલો ચંદને બોળી તુને વધાવે, તેને યમના દૂત પાસે ન આવે.
ટળે દેહનાં દુઃખ દારિદ્ર્ય જાયે, રવિ પૂજતા એટલું પુણ્ય થાયે;
ધરા મેરુ આકાશને માન સિંધુ, સહુમાં રહ્યો તું એક દીનબંધુ.
ઘણું શું કહું ગુપ્ત છે વાત મારી, રવિ પાઠ પુરાણ છે ગ્રંથ ભારી;
કહું ટૂંકમાં તે ઘણું માની લેજો, ભવસાગરે ડૂબતાં થોભ દેજો.
રવિ તારણ કારણ વેદવાણી, સદા શર્ણ રાખો મને દીન જાણી;
મને તારા પુત્રની બીક ઝાઝી, હું તો શર્ણ આવ્યો થઈ મન રાજી.
કરું યાચના ભાવથી આજ તારી, સહુ સંકટો નાથ નાખો નિવારી;
રવિ ધર્મને કર્મનો તું સાખી, સહાય કરો મુજને તું જ પાખી.
સદા દિન ઊગે વળી રાત આવે, બધા ફેરફારો પ્રભુજી નિભાવે;
પિતા સૂર્ય તારી સ્તુતિ સુખકારી, નિભાવો તમે જીતવાં જગત માંહી.
વળી જિંદગીની પડે રાત જ્યારે, પડું ઘોર નિદ્રામહીં હેઠ ત્યારે;
રવિ તારા કિરણની દોરી ઝાલી, હું તો સૂક્ષ્મ દેહે ત્યાં આવું ચાલી.
સમાવી તું લેજે મને તારા દેહે, નહિ જન્મ ને મૃત્યુનાં કષ્ટ રહે;
રવિ પાઠ સાચો ભણે ભાવ રાખી, થશે ન્યાલ તે જગતનાં સુખ સાચી.
કદી શીખે ક્ષત્રી રણક્ષેત્રે જીતે, નહિ ત્રાસ પામે કદી યુદ્ધ વિશે;
ચતુર્વેદનું પુણ્યને વિપ્ર પામે, વધે બ્રહ્મનું તેજ ને દુઃખ વામે.
શીખે શૂદ્ર જો ઊઠીને નિત્ય ગાયે, તેના જન્મનાં દુઃખ-રોગ-દારિદ્ર જાયે;
કૃપા માગવાં આટલા છંદ ગાયા, શીખે ગાય ને સાંભળે નિત્ય ડાહ્યા.
ભણે દાસ ‘વસંત’ એ દેવ એવો, કોટિ કર્મ છૂટે જો આદિત્ય સેવો;
મને જોતાં કૈલાસમાં થોભે દેજો, મુજ વાંક અનેકને સાંખી લેજે.

કાઠીઓ અને કાઠીયાવાડ

ઘોડે સવાર થઇ, હાથ હથિયાર લઈ,

ધર્મે યુધ્ધ લઈ, કાઠીએ કાઠીયાવાડ કિધો.

કાઠી જ્ઞાતિ ની ઉત્પત્તિ વિષે ઘણા મતમતાંતર પ્રવર્તે છે. કાઠી જ્ઞાતિ લડાયક અને ખમીરવંતી છે. ગાય, બ્રાહ્મણ અને સ્ત્રી ની રક્ષા માટે પોતાની જીંદગી હોડ માં મુકતા પણ નહોતા અચકાતા. કાઠી નું સૌથી માનીતું હથિયાર બરછી છે. કાઠી એક સૂર્ય પૂજક અથવા તો ખુદ સૂર્ય ના પુત્રો છે. કાઠી કદી સવિતા નારાયણ અથવા સૂર્યનારાયણ પાસે ધન દોલત કે સુખ સાહ્યબી નથી માંગ્યા એણે તો માત્ર આબરૂ ની ખેવના કરી છે. એથી તો એમણે ભગવાનને પ્રાર્થના કરતા કહ્યું કે

“ભલે ઉગ્યા ભાણ, ભાણ તીહરા ભામણા,

મરણ જીયણ લગમાણ, રાખજો કશ્યપ રાઉત”

સિમ્પલ અર્થ માં

“હે કશ્યપ ના કુવર હે બાપ સુરજ નારાયણ મારે ધન દોલત સુખ સાહ્યબી કઈ નથી જોઈતું, પણ આ દુનિયા માં મારા જેટલી ઘડી ના શ્વાસ લખાયા હોય ત્યાં સુધી મારી આબરૂ ને ઈજ્જત ને અકબંધ રાખજો”

(ઉપર આપેલો ફોટો બીલખા દરબાર શ્રી નાજા વાળા સાહેબ નો છે.)

Newer Posts

પથીકની સંવેદના

મારા હૃદયની સંવેદના ની સરવાણી…

મારા વિશે

મારું નામ ખવડ જયરાજ રવુભાઇ છે.

હું ઉચ્ચ પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું.

મારો સ્નાતક કક્ષા નો મુખ્ય વિષય અંગ્રેજી છે.

પણ મારો શોખ નો વિષય ગાંડપણ ની હદે ગુજરાતી સાહિત્ય છે.

એમાય ચારણી અને ડીંગળી સાહિત્ય પ્રકાર નો ખુબ શોખ છે….

મારું સરનામું

મુ. ખીટલા
તાલુકો. સાયલા
જીલ્લો. સુરેન્દ્રનગર
પીનકોડે. 363440

ફોન નંબર: 9408146061
ઇમૈલ: jayraj.kathi89@gmail.com