મતિ ફરે માનવની, ત્યારે સાચું સુજાડે સંત,
છાંડી જાય સઘળા સીમાડા આતમનાં તંત.
દુહા છંદ
ગઢ લંકા ને રણે, કિઘો ભીષણ જંગ;
દઊ જાજેરા રન્ગ, બાહુબલી બજરંગ.
(રચના: જયરાજ આર. ખવડ)
ગમે તો કહેજો….
શ્રી સૂર્ય સ્તવન
તસ્કર ભે ભગ્ગા, જન સૌ જગ્ગા, ચાલળ રગ્ગા રાસંગા, મહિયાવટ મગ્ગા, કેસર કગ્ગા, લળી ઉમંગા લીરગ્ગા, ચાળે અટ ચગ્ગા, ભસમ સધંગ્ગા, બોલ કલંગ્ગા દગેવા, જય જય જગવંદન, કાશપ નંદન, દરદ નિકંદન રવિદેવા.
વીર રામવાળા
ધાનાણી ધીંગાણું કર્યું, ખેચીને હાલ્યો ખાગ, પાછો ન ભરીયો પાગ, તે રણને ટાણે રામડા ! પગ પાક્યો પીડા વધી, ભડ બોરીયેગાળે ભેટ્યો, હજુ એકે ડગ ન હટ્યો, તું રણને ટાણે રામડા ! પગ એક પાંગળો, અધર ભડાકો એક, (તોય) ઠાવકી મારી ઠેક, તે રણને ટાણે રામડા ! ધાનાણી તે ધિબીયા , બાપ ને બેટો બે, […]
મા ઉપરના દુહા
નામ ઃ દુલા ભાયા કાગ -”કાગ બાપુ”- જન્મ ઃ ૨૫-૧૧-૧૯૦૨ અવસાન ઃ ૨૨-૦૨-૧૯૭૭ જન્મસ્થળ ઃ મજાદર ( તા.મહુવા, જિ.ભાવનગર ) અભ્યાસ ઃ પાંચ ધોરણ કાવ્યગ્રંથ ઃ કાગવાણી ઃ ભાગ ૧,૨,૩,૪,૫,૬,૭ ગિયા માસ ગળ્યે, તો હાડે હેવાયા કરે; (ઍ) માતા જાય મર્યે, (ઍને) કેમૅ વિસરિઍ, કાગડા ? ચિન્ધે ન છોરુને, લથડિય અગડા લિયે; મરતા લગ માને […]
દુહા છંદની રમઝટ
ધગધગતી ધારા, તોય બહારા, પાકે બહારા પોબારા, ધરતી ગાજે, કાયર ભાગે, હાંકે દેતા, હોંકારા, જનનીના જાયા કવિએ ગાયા લોક વિરલા કો’ક જડે, મેદાને મરવા, અવસર વરવા, મરદ કસુંબલ રંગ ચડે. જીય મરદ કસુંબલ રંગ ચડે– રણશીંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે, ધગ ધગતી ધરતી ફોજુ ફરતી વિનાશ કરતી તેગ વડે, જનનીના જાયા કવિએ […]