



ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે, પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે. Source

વીર રામવાળા
ધાનાણી ધીંગાણું કર્યું, ખેચીને હાલ્યો ખાગ,
પાછો ન ભરીયો પાગ, તે રણને ટાણે રામડા !
પગ પાક્યો પીડા વધી, ભડ બોરીયેગાળે ભેટ્યો,
હજુ એકે ડગ ન હટ્યો, તું રણને ટાણે રામડા !
પગ એક પાંગળો, અધર ભડાકો એક,
(તોય) ઠાવકી મારી ઠેક, તે રણને ટાણે રામડા !
ધાનાણી તે ધિબીયા , બાપ ને બેટો બે,
તુને નડતા તે, રાખ્યા તળમાં રામડા !
ધારી અમરેલી ધૃજે, થર થર ખાંભા થાય,
દરવાજા દેવાય, રોંઢે દિ’ એ રામડા !
ચાચઈને ડુંગર ચડી, હાકલ દેછ હિન્દવાણ,
ખેપટ જાય ખુરસાણ, કાળપૂંછા બીયા કાળાઉત !
વાટકી જેવડી વાવડી, રાવણ જેવડો રામ,
ગાયકવાડી ગામ, રફલે ધબેડે રામડો !
શક્તિ સૂતી’તી સોચમાં , આપ્યો નો’તો આહાર,
તરપત કરી તરવાર, રગત પાઈને રામડા !
ગઢ જુનો ગિરનાર, ખેંગારનો શ્રાપેલ ખરો,
સંઘર્યો નહીં સરદાર, (નકાં) રમત દેખાડત રામડો !
અંગ્રેજ જરમન આફળે, બળીયા જોધા બે,
ત્રીજું ગર્ય માં તે, રણ જગાવ્યું રામડા !
(ઝુલણો)
ધારી અમરેલીના સિમાડા ધૃજતા ગીરના ડુંગરે હાક પડતી,
ગામડે ગામડે ગોકેરા બોલતા રામને પકડવા ફોજ ફરતી,
તોય પકડાય ના રામવાળો ઘણા ઉગતા દિવસ ને રાત પડતી,
છેલ્લી સમશેર સોરઠ તણી ચમકતી એને ભાંગવા રાત દિ’ ફોજ ફરતી.
યાદ મુકી જવાનો આજ રસ્તો છે. કા એવું લખો કે લોકો વાંચ્યા કરે અથવા એવું જીવો કે લોકો લખ્યા કરે.. Source:
લાલ કસુંબલ આંખડી, તારી પાઘડીએ પાણી,
તને પરથમ અર્પણ કરું, મારા શાયર મેઘાણી.
ભગવાન સૂર્ય સ્તવનના લોક સાહિત્ય ના દુહા
ભગવાન સૂર્ય સ્તવનના લોક સાહિત્ય ના દુહા ભાગ-1
“ભલો ઉગા ભાણ, ભાણ તુંહારા ભામણા,
મરણ જીયણ લગમાંણ, રાખે કશ્યપ રાઉત”
“કી દાદર કી ડાકલા, કી પૂજેવા પાખાણ,
રાત ન ભાંગે રાણ, કમણે કશ્યપ રાઉત”
“ઉગ્યા ની આળસ નઈ, ઉગવું ઈ અચૂક;
ચળુ પડે નઈ ચૂક, કમણે કશ્યપ રાઉત.”
દણીયલ જેવા દીકરા, કશ્યપ જેડે ના કોઈ;
લખદળ ભંજણે લોય, ઉગેને અંજવાળો કરે.”

અમૂલ્ય બેનડી
(મારી શાળાની પ્રાર્થના સભામાં રક્ષાબંધન પૂર્વે વિદ્યાર્થીઓ દ્વારા ગવાતા લોકગીતો અને બાળગીતો માંથી પ્રેરણા લઇ ને બેન વિષે એક જોડકણા જેવું રચ્યું છે… આશા રાખું કે તમને પસંદ આવશે..)
હસતા મુખે આવે બેનડી,
ટાચકા ફોડી લે વારના બેનડી.
જાણે પ્રેમની મુરત બેનડી,
હિંમતે ભરેલી સુરત બેનની.
ભાઈ પાછળ ઘેલી બેનડી,
ઠેસે બોલે ખમ્મા વીરને બેનડી.
“પથિક” હોય એને વધારે બેનડી,
ના હોય એને અમૂલ્ય બેનડી.
શ્રી ગણેશ સ્તુતિ
{દેવાધિ દેવ મહાદેવ ના પ્રિય પુત્ર ભગવાન ગણાધિપતિ ગણપતિ ની સ્તુતિ લખી છે તમને પસંદ આવ્યે માનિશકે ગણેશપ્રભુને પસંદ આવી…}
શ્રી ગણપતિ દેવા, સર્વ દુઃખ હરનારા.
રિદ્ધિ સિદ્ધિ અધિષ્ઠાતા, સર્વ સુખ કરનારા.
દાળ-દુઃખ ભંજન, સુખની છોળ્ય કરનારા.
અંધકાર હરન, નવો સૂર્યોદય કરનારા.
માત રક્ષણ કરવા, તાત સાથે લડનારા.
મુષક સવારી, જગને પ્રેમે પોષનારા.
સમદર પેટ, માગ્યા વિણ સર્વ જાણનારા.
“પથિક” પરમેશ્વર રૂપે, બધામાં સદા વસનારા.