મૂઠી ઉંચેરો માનવી સ્વ.જયરાજભાઈ ખવડ – ખાચર પ્રવીણભાઈ એલ

नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः ।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः

નામ: ખવડ જયરાજભાઈ રવુભાઇ
સરનામું: મુ-ખીટલા, તા-સાયલા, જી-સુ.નગર
જન્મ તારીખ: ૦૧/૦૬/૧૯૮૯
અભ્યાસ: M.ed in English
વ્યવસાય: શિક્ષક / સી.આર.સી કૉ.ઓર્ડી.
શોખ: કાવ્યલેખન, સામાજિક ધાર્મિક લેખન, ચારણી સાહિત્ય, વાંચન, લોમેવ સેવા સમર્પિત જીવન.
વેબસાઈટ: https://jayrajkhavad.in/
સ્વર્ગવાસ: ૦૫/૦૮/૨૦૧૭
ઉમર: ૪ દિવસ, ૨ મહિના, ૨૮ વર્ષ

“ખવડ તારી ખોટ, સખા હ્રદય રહેશે સદા;
ચારણ ને મન ચોટ, જાતા તુને જયરાજ”
                         – ભગવતદાન ગઢવી

આચાર્ય રજનીશજીના શબ્દો યાદ કરું તો ”વિશ્વમાં એક માત્ર નિશ્ચિત ઘટના મૃત્યુ જ છે. જીવન માં મૃત્યુ સિવાય બીજું કશું જ નિશ્ચિત નથી બાકી બધું અનિશ્ચિત છે. બાકી બધું સાંયોગિક છે. બને પણ ખરું અને ન પણ બને કેવળ મૃત્યુ જ સાંયોગિક નથી અને નિશ્ચિત છે.” પણ આવા સ્થિરતા ભર્યા વિચારો વાંચ્યા પછી પણ જયરાજભાઈ ખવડ જેવું વિરલ વ્યક્તિત્વ આજ આપડી વચ્ચે નથી એનું અસહ્ય અને ભારોભાર દુખ છે. માત્ર ૨૮ વર્ષની નાની સફરમાં સમગ્ર કાઠી ક્ષત્રીય સમાજના યુવાનો માટે આદર્શ જીવન પ્રતિબિંબ બની જનારા આ મૂઠી ઉચેરા માનવીને હૃદયથી ભાવ વંદન થઈ જાય છે. આજે કાઠી અભ્યુદયના માધ્યમથી આ વિરલ વ્યક્તિત્વને શબ્દ પુષ્પરૂપે યાદ કરવું છે. વાગોળવું છે. સન્માંનવું છે.

એક આદર્શ શિક્ષક

સ્વ.જયરાજભાઈ ખવડનાં જીવનકવનમાં ડોકિયું કરતા. એક ઉત્તમ શ્રેષ્ઠ અને જીવંત નીરામય કર્મનિષ્ઠ શિક્ષકના દર્શન થાય.

પોતાની મહેનત, ખંત, ઉત્સાહ અને અનેરી ઈચ્છાશક્તિ થકી ઉતમ રીતે અભ્યાસ પૂર્ણ કરી પોતાના જીલ્લા સુરેન્દ્રનગર ના સાયલા તાલુકાના પોતાની જન્મભૂમી માં જ તેમની શિક્ષક તરીકે નિમણુક થઈ. અને શરૂ થઇ આગવી કર્મશીલતા, સતત સ્નેહાળ, પ્રેમાળ અને રમુજ શિક્ષક બની બાળકો, શિક્ષકો અને વાલીગણમાં એક વિશ્વસનીય અને હૃદયમાં સ્થાન મેળવનાર જયરાજભાઈ એક ઉતમ પ્રતિભા હતા. સતત અવનવા પ્રયોગો, અવનવી ટેકનીકો, શિક્ષણ આપવાની સરળ, સહજ અને જીવંત રીત એ જયરાજભાઈ ની આગવી પ્રતિભાના દર્શન કરાવી જતી. જયારે પણ એમની મુલાકાત હું લેતો ત્યારે કાયમ કઈક નુતુંન એમની પાસે શીખવા મળતું. ટૂંકાગાળાના સમય માં એમને શાળાના બાળકોને રમતગમત, વકૃત્વ, લેખન સર્જન, વિજ્ઞાનમેળા, તેમજ અનેક રીતે પ્રગતિ અપાવી શાળાને ગૌરવવંતુ સ્થાન અપાવ્યું હતું. એમના આદર્શ શિક્ષક તરીકેના ગુણો લખવા બેસું તો આ લેખન અવતરણ ખુબ નાનું લાગે. એવું ઉદાંત શીક્ષકત્વ સમગ્ર સાયલા તાલુકા અને સુરેન્દ્રનગર જીલ્લા માટે સન્માનનીય હતું. બસ એમના માટે એટલું જ કહીશ

બાળક જોય જે રીઝે, રીઝે બાળક જોય જેને;
સ્નેહલ સુરત, વત્સલ મુરત હૃદય-હૃદયના વંદન તેને.

અર્ક્વાળો, તર્ક્વાળો, મધુપર્કવળો અને સતત બાળકોના સંપર્કવાળા આ ઉતમ શિક્ષક સમગ્ર કાઠી ક્ષત્રીય સમાજના અભ્યાસુ વિદ્યાર્થીઓ અને નોકરી કરતા યુવાનો માટે એક પ્રેરણાના ઝરણા સમાન હતા. અનેક શિક્ષણની શિખરો, માસ્ટરટ્રેનર, મોડ્યુલલેખન, કાવ્યસર્જન, ચિંતન શિબિરોમાં ભાગ લઈ એક ઉત્તમ કેડો કંડાર્યો હતો. છેલ્લે લોમેવધામ ધજાળા પે.સેન્ટરમાં પોતાની આગવી મહેનત થકી સી.આર.સી. કો.ઓર્ડીનેટર તરીકેનું સ્થાન તેઓ પામ્યા હતા. અને સમગ્ર સાયલા તાલુકા અને સુરેન્દ્રનગર જીલ્લાને તેમની શિક્ષણ પ્રતિભાનો લાભ મળ્યો હતો. કોને ખબર હતી કે આવી ઉભરતી પ્રતિભા સાવ ટૂંકું આયુષ્ય લયને આવી હશે? બહુંજ ખોટ છે જયરાજભાઈ તમારા ન હોવાથી સમગ્ર શિક્ષણ સમાજ અને ખાસ તો ક્ષત્રિય સમાજને.

“ખत्री તારી `ખોટ કાઠી મટશે ન કદી,
ચારણને દઈ ચોટ,જતો રિયો જયરાજીયા.”
                            – કવી ધાર્મિકભા ગઢવી

એકઉત્તમ વાંચક, વિચારક, વિવેચક, લેખક અને આશાવાદી ઉત્તમ કવિ.

પથીક ફૂલો બીજાના રસ્તામાં બિછાવી, કંટકો તું તારા પગમાં દબાવી ને રાખજે .
                                                                                    – જયરાજ આર ખવડ

જયરાજભાઈની આવડત એમની પ્રતિભા અને તેમની જીવનશૈલી આપડા સૌ માટે કાયમ પ્રેરણાનું ઝરણું રહેશે. જયરાજભાઈ એક ખુબ સારા વાંચક હતા. તેમને વાંચનનો ખુબજ જબરો શોખ હતો. એમની પાસે અવનવું કેટકેટલું તમને મળે. તમામ ક્ષેત્રનું વાંચનથી તેમની જ્ઞાનપ્રતિભા ખુબ વિસ્તરી હતી. પોતાની પાસે નાની એવી પણ ખુબ સમૃદ્ધ એવી લાયબ્રેરી હતી. જેમાં કાયમ નવી નવી બૂક ઉમેરાતી. સાહિત્યના ખુબ જ શોખીન આ માણસ સતત કંઈક નવા સંશોધનો અને પ્રયોગો કર્યા કરતા. ચારણી સાહિત્ય, પિંગળ એમને ઊંડાણપૂર્વક તેમણે દુહા અને છંદશાસ્ત્રના પુસ્તકોનો અભ્યાસ કર્યો હતો. જયારે પણ અમે રૂબરૂ અથવા ફોનમાં ચર્ચા કરતા ત્યારે તેમની ખુબ ઊંડાણપૂર્વકના આ સાહિત્ય ખેડાણની મને ખબર પડતી મને નવાઈ લાગતી જે વાત કે ચર્ચા હું એમની સાથે કરતો એ બધુંજ એમના મોઢે. ક્યારેક તો હું એમની પ્રતિભા ચકાસવા કોઈ પંક્તિ અધુરી મુકતો ત્યારે એજ ક્ષણે યાદપૂર્તિ કરી મને કાયમ ચોકાવી દેનાર આ જયરાજભાઈ જેવા મિત્ર મારી અમુલખ મૈત્રી મૂડી હતી. આજે એ નથી ત્યારે એમની સાથેના કલાકોને કલાકો કરેલા સંવાદો, રમુજો, મસ્તી, ઠેકડી અને અનેરી જ્ઞાનગોષ્ટીની વાતો યાદ કરૂ છું તો રડી પડાય છે. દોસ્ત મિસ યુ સો મચ. આજીવન તમારી યાદો અને તમેં હૃદયમાં જીવંત છો જયુભા.

લખતા-લખતા લાગણીમાં તણાઈ જાવ છુ. માફ કરશો. પણ જયરાજભાઈ જેવા વિચારક, વાચક અને લેખક મારા અને સમાજ માટે આદર્શ જીવનનું પ્રતિબિંબ હતું.

ઉતમ વાચક, વિચારક અને વિવેચક સાથે જયરાજભાઈ એક સારા લેખક અને એક ઉતમ કવિ હતા. એની સૌથી વધુ ખબર મારા કરતા કોઈનેય નહી હોય કેમ કે મે તેમની અંગત ડાયરી જોય છે. જોઈ છે તેમની ક્યાય પ્રકાશિત ન થયેલી ઘણી-બધી ઊર્મિ અને અનેરા ઉદાંત ભાવો. જે તેમણે કાવ્યો રૂપે કંડારેલા હતા. ઘણું-બધુ એવું લખેલું હતું. જે એક સારા લેખકની હરોળ માં મુકી શકાય એટલું પુરતું હતું. અફસોસ છે કે આ વિરલ વ્યક્તિત્વની આકસ્મિત વિદાય થતા આ લેખન પ્રતિભા અને તેમણે લખેલા અને ભીતરમાં પડેલા અનંત વિચારો આપડા સુધી પહોચી ન શક્યા. જેટલું પણ જયરાજભાઈ લખેલું છે તે પ્રકાશિત કરી એમને સાચી શ્રદ્ધાંજલી આપીશું. દોસ્ત તમે અમર છો અમારી યાદો માં

હું કાયમ કહેતો “જ્યું તું ખુબ સારું લખે છે યાર! પ્રકાશિત કેમ નથી કરતો” ત્યારે મને કહેતા “તું જોજે જયારે આ ખજાનો ખુલશે ત્યારે તને મારા ઉપર ગર્વ થાશે” એવું કહી વાત ટાળી દેતા. દોસ્ત નહોતી ખબર આ અમુલખ ખજાનો આમ લુટાઈ જશે !!!

તેમને ઘણા બધા સામાજિકલેખો અને ઘણી બધી કવિતા લખી હતી. જે એમને કોઈને પણ દેખાડી ન હતી. હું સદભાગી છુ કે જયરાજભાઈ એ મને ઉતમ મિત્ર ગણી પોતાના PC(કોમ્પુટર)માં રહેલી અનંત ઊર્મિ મને પાસે બેસાડી દેખાડી હતી. જયારે ધજાળાપૂજ્ય બાપુના દર્શને અને સેવાકાર્ય માં જતા ત્યારે ઘણીવારે જયરાજભાઈના ભડીયે જ્ઞાનગોષ્ઠી અને ખુબ મસ્તી થતી. વિસરાય નહી તેવી યાદોને કોટી વંદન.

આજે એમની લેખન પ્રતિભા, એમની કવિતા ઓ અને એમનું સર્જન ખુદ જયરાજભાઈ એ બનાવેલા સાહીત્યક બ્લોગ પર આપ જોઈ શકસો. https://jayrajkhavad.in/ પર. આજે જયરાજભાઈના નાના ભાઈ યુવરાજભાઈ ખવડ હું અને જયુના સ્નેહાળ મિત્રો-સ્વજનો એમની યાદને બ્લોગમાં મૂકી સાચા અર્થમાં જયરાજભાઈને શ્રદ્ધાંજલી આપી રહીયા છીએ. આ નિહાળજો આ બ્લોગને અને વિરલ વ્યક્તિત્વને.

આદર્શ વ્યક્તિ, આદર્શપુત્ર, મિત્ર અને ભરતસમભાઈ અને સ્નેહાળ પિતા એટલે જયરાજભાઈ ખવડ.

જયરાજભાઈનું સમગ્ર જીવન એક દાખલારૂપ હતું. આદર્શ વ્યક્તિત્વ, સ્નેહાળ સ્વભાવ, નિરામય નિખાલસ અને નિરાભિમાની જીવનશૈલી, સરળતા એમના જીવનની અનેરી મૂડી હતી. હું વિચારું કે આટલી નાની ઉમરમાં આવી પરિપક્વતા ક્યાંથી મળી હશે. એક આદર્શ પુત્ર તરીકે ઘરની બધીજ જવાબદારી ઓ નિભાવવી, શિક્ષક તરીકેની ફરજ, ભડિયાનો તમામ વહીવટ કરવો, સર્જન કરતા રહેવું, છતા આખું જીવન તો લોમેવધામ ધજાળાને સમર્પિત. કેમ શક્ય છે? આ બધું. નોખી માટીનો માનવ હતા એ.

પરિવારના બધા યુવાનો અને ભાઈઓ માટે ઘરબેઠી એનસાઈકલોપીડીયા સમાન જયરાજભાઈ સૌમાટે સફળતા મેળવવા માટેનું માધ્યમ હતા. આજે પણ રડતી આંખે શ્રી જોરૂભાઈ ખવડ સાહેબ (જયરાજભાઈના મોટાબાપુ) ના શબ્દો મારી આંખના ખૂણા ભીંજવી જાય છે. “પ્રવીણભાઈ આ જયરાજ વિના હવે કોણ અમારા સંતાનોને દોરશે, કોણ એમને સાથે બેસી તૈયાર કરશે.” ટૂંકી વાતમાં જયરાજભાઈ સમગ્ર પરિવાર માટે શુ હશે? એ આપણને ખબર પડી જાય.

ઉતમ પુત્ર, મિત્ર, ભાઈ સાથે સ્નેહાળ પિતા પણ હતા જયરાજભાઈ. આજે જયારે એમની નાનકડી દીકરી “નીલમ” ને જોવું ત્યારે ફોનમાં કરાવેલ અનેક વાતો અને વ્હાલી નિલમ પ્રત્યે એમનો પિતાપ્રેમ ગજબનો હતો. હું સાક્ષી છું અનંતનો એનો. બધું અહી લખવા બેસું તો આ પેજ નું અવતરણ ટૂંકું પડે એટલી યાદો ઉભરી છે ભીતરમાં. બસ વંદન કરવાનું મન થાય એવું વિરલ વ્યક્તિત્વ એટલે જયરાજભાઈ ખવડ.

અનંત શ્રદ્ધા, વંદનીય ઠાકરભક્તિ અને લોમેવધામ ધજાળા અને પૂજ્ય ભરતબાપુને સમર્પિત જીવન

જયરાજભાઈના જીવનની આ સુવર્ણ યાદ એટલે છેલ્લે રાખી કેમ કે આ વિશે હું જેટલું પણ લખું એ સાવ થોડું અને અપૂરતું જ રહેશે.

જયરાજભાઈના અડધા શ્વાસ જ એમને શ્રી લોમેવધામ ધજાળા અને પૂજ્ય ભરતબાપુ ભગત ના ચરણે ધરી દીધા હતો.

ઠાકરના હજારો સેવકો પૈકી જયરાજભાઈ જેવી ઠાકર ભક્તિ, તમના જેવી સેવા અને ધજાળા ધામ માટેનો અને પૂજ્ય ભારતબાપું ભગત માટેનો એમના શિષ્યભાવ અવર્ણીય છે. ધજાળા પૂજ્ય મહંત મહારાજ શ્રી ભરતબાપુ ભગતના આશીર્વાદથી ચાલતી હર એક સેવાકીય પ્રવૃતિમાં જયરાજભાઈની સેવાભક્તિ અને શ્રદ્ધા અમારા બધા માટે શીખ હતી.

જગ્યા માં ચાલતી તમામ પ્રવૃત્તિઓમાં. વર્ષ દરમ્યાન થતા તમામ આયોજનો જેવા કે બીજની ઉજવણી, પુસ્તક પરબ, ભોજનાલય સેવા, ધજાળા લોમેવધામનો બ્લોગ, વેબસાઈટ, ધજાળાધામ વિશેના ભજનો, પીરાણના પરચા, પૂજ્ય બાપુના જીવનની વંદનીય વાતો, વિચારોને સતત સોસીયલ મીડિયામાં મુકવાનું બધુજ કામ જયરાજભાઈ જરા પણ થાક વગર અનંત ને અનેરા શ્રદ્ધાભાવથી કરતા હતા. પૂજ્યબાપુના હજારો સેવકો સાથે અમે દસ થી વધુ શિક્ષકો કાયમ જગ્યા સાથે અનેરા ભાવથી જોડાયેલા છીએ. જેમાં અમારા બધા કરતા જેની સેવા અમારા બધા માટે પ્રેરણા સમાન હતી એ ફક્ત જયરાજભાઈ ખવડ ને બધો જશ હું આપીશ કેમ કે બધાને જોડી રાખનાર અમારું સ્નેહાળ માધ્યમ જયરાજભાઈ હતા.

જગ્યામાં રોજ દર્શને જાય, પૂજ્ય બાપુના દર્શન કરી એક નિરામય છબી અમને મોકલે સાથે પ્રેરક ટકોર પણ હોય. કેટલી અનંત શ્રદ્ધા, કેટલી અપાર ઠાકરભક્તિ. હદ તો ત્યારે થાય જયારે જયરાજભાઈ કેમીયોથેરાપીના ડોજ લેતા. ડોકટરોએ પથારીમાંથી ઉભા ન થવાની કીધું હોય તો પણ આ માણસ ધજાળા ઠાકર ચરણે દોડી જતા. ધજાળા લોમેવધામનો બ્લોગ બનાવવામાં, વેબસાઈટ બનાવામાં, ધજાળા માટેની બૂક “પાંચાળનું પીરાણું લોમેવધામ ધજાળા” પુસ્તક પ્રકાશિત કરવામાં અને તેનું સમગ્ર સાહિત્ય એકઠું કરવામાં જયરાજભાઈ જેવી મહેનત તેમના જેવો ખંત ઉત્સાહ અને અનેરો સેવકભાવ વંદનીય છે. હું મારી જાતને ધન્ય ગણું છુ કે જયરાજભાઈ ખવડ જેવા મુંઠી ઉછેરો માનવી મારા ખાસ મિત્ર હતા.

લોમેવધામ ધજાળા માટે એમનું સમગ્ર સમર્પિત જીવન અને સમર્પિત શ્વાસો એક પ્રેરણા સમાન છે. આજે પણ એમની સેવા, ભક્તિ અને ધજાળા માટેની તેમની અપાર નિષ્ઠા પૂજ્ય ભરતબાપુની આંખો ભીંજવી જાય છે.

ભગીરથબાપુ ભગત પણ કાયમ એમને યાદ કરી એમના સાથેના પ્રેરક પ્રસંગો વાગોળે છે, ત્યારે બધાની આંખો આંસુ થી છલકાય જાય છે.

ખરેખર વિરલ વ્યક્તિત્વ.

આવી વિરલ વ્યક્તિએ પોતાની જીવન યાત્રા માત્ર ૨૮ વર્ષની ઉમરે સંકેલી લીધી અને સમગ્ર કાઠીસમાજ અને લોમેવધામ ધજાળા સાથે પરિવારને ન પૂરી શકાય તેવી ખોટ પડી. હજુ મન માનતું નથી કે જયરાજભાઈ આપડી વચ્ચે નથી. ધજાળાના લોમેવધામના હર એક ખૂણે જયરાજભાઈની ભક્તિ, સેવા અને સમર્પણની યાદ અમર છે. હજારો શિક્ષકો, સમાજના યુવાનો અને બાળકો સાથે મારા જેવા ઘણા મિત્રોના હદય માં જયરાજભાઈ હદયસ્થ છે અને કાયમ રહેશે. સાથે જયરાજભાઈ ખવડ ને ધજાળા લોમેવધામ જગ્યામાં બીજના પાવન મહાપ્રસંગે સમગ્ર કાઠી સમાજના બધાજ આગેવાનો, સમગ્ર પંચાળનાં વંદનીય સંતો અને હજારો ઠાકરના સેવકો વચ્ચે એમને પૂજ્ય ભરતબાપુ ભગત દ્રારા શ્રધાંજલિ આપવામાં આવી હતી. આ એમની અપાર ઠાકર ભક્તિ અને શ્રધ્ધાની સાબિતી છે. ધન્ય આવી વિરલ પ્રતિભાને. ધન્ય છે આવા કર્મનિષ્ઠ શિક્ષકને, મિત્રને અને ઠાકરના સેવકને. સાથે એમના માતા-પિતા ને કે જેને જયરાજભાઈ જેવા પુત્ર ને જન્મ આપ્યો.
અંત માં બસ એટલુ જ કહીશ કે.

જબ તું આયો જગતમેં, જગત હસે તુમ રોય,
એસી કરણી કર ચલો, તુમ હસો જગ રોય;

ઉપરોક્ત પંક્તિને શબ્દસહ સાકારીત કરતુ ઉમદા જયરાજભાઈ ખવડ નું સમગ્ર જીવન એક સંદેશ અને પ્રેરણાનું ઝરણું હતું. કોટી વંદન છે મારા પરમ મિત્ર અને વિરલ વ્યક્તિત્વને. મિસ યુ સો મચ યાર…સો..મચ,…સો…મચ…

હદયનો ભાવ દોસ્ત તામારા ચરણે.

લેખક- ખાચર પ્રવીણભાઈ એલ
(શિક્ષક શ્રી ચાચરીયા પ્રા.શાળા)
વતન-ખાંભડા
તા-બરવાળા
જી-બોટાદ

 

ભાવભીંની શ્રધાંજલિ

જ્યુ જાતા હદયમાં થયો વજ્રઘાત,
ક્યાં મળશે આ જગતમાં તુજ સરીખા ભ્રાત;

હેતાળવો ને હસમુખો, વ્હાલ ભરેલા વેણ,
મુઠી ઉંચેરો તું માનવી આટલીના હોણ લેણ દેણ;

એ ઠેકડી, ઈ ઠપકો હવે કોણ દેશે બાપ,
લાખ કરીએ જાપ તોય પામીએ નહી જયરાજીયા,

પલ-પલ જ્યું સાંભરે એ સાથે એ સાથે વિતાવેલ પળ,
અધીરી બની આજ આંખડી એ વરસાવે છે જળ;

રતન મોંઘા મુલનું, લુંટાઈ ગયું આજ
તું અમુલખ માનવી, અમ માથાનો તાજ
– ખાચર પ્રવીણભાઈ એલ (પાર્થ)

 

‘તું અને તારી યાદ’ જયરાજ !!!

તારીખ-૦૩/11/૨૦૧૭
વહેલી પરોઢે …

જગતના સર્વ સુખોથી ભલે જીવન સભર લાગે,
ખજાનો સાવ ખાલી ‘જયુ’ તારા વગર લાગે ,

નથી એ હાથ હુંફાળો, નથી એ દોસ્ત નિરાળો
કરુ છુ યાદ એ સ્પંદન નયન આ ભિજવા લાગે,

છે મારા નામ પર આજ રૂપાળા કૈક છોગાઓ,
નથી ‘તુંકાર’ દેનારુ મને વસમી કસર લાગે;

હજી એ ‘નાદ’ ને એ ‘સાદ’ ફોનમાં ગુંજતો રહેતો,
ધજાળે રોજ બોલાવે! સતત ભણકારે એ લાગે;

જીવી તો તું ગયો જયલા અમર યાદને મૂકીને,
‘પાર્થ’ આ પરમ જ્યોતિનો સ્વર્ગના બારણે લાગે;
‘તું અને તારી યાદ’
Miss you jayu…