Menu Sidebar
Menu

જયરાજ ખવડ

મારું નામ ખવડ જયરાજ રવુભાઇ છે. હું ઉચ્ચ પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું. મારો સ્નાતક કક્ષા નો મુખ્ય વિષય અંગ્રેજી છે. પણ મારો શોખ નો વિષય ગાંડપણ ની હદે ગુજરાતી સાહિત્ય છે. એમાય ચારણી અને ડીંગળી સાહિત્ય પ્રકાર નો ખુબ શોખ છે…..

વ્યક્તિગત

મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે… – સ્વ. જયરાજભાઈ ખવડ ના કંઠે

સ્વ. જયરાજભાઈ ખવડ પોતાની સ્કૂલમા બાળકોને “મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે” ગીત ગાઈને સમભળાવી રહયા છે. તારીખ: ૧૪ ડિસેમ્બર ૨૦૧૪  

ભલે ઉગ્યા ભાણ

“ભલે ઉગ્યા ભાણ, ભાણ તીહરા ભામણા, મરણ જીયણ લગમાણ, રાખજો કશ્યપ રાઉત” સિમ્પલ અર્થ માં “હે કશ્યપ ના કુવર હે બાપ સુરજ નારાયણ મારે ધન દોલત સુખ સાહ્યબી કઈ નથી જોઈતું, પણ આ દુનિયા માં મારા જેટલી ઘડી ના શ્વાસ લખાયા હોય ત્યાં સુધી મારી આબરૂ ને ઈજ્જત ને અકબંધ રાખજો”

ફોરેનર અમારા ગામ માં અને અમારી શાળા માં આવ્યા ત્યારની બોલતી તસ્વીરો

અમારી સાયલા તાલુકા ની નામના પ્રાપ્ત શાળા પ્રાર્થના માં વાજીંત્રો (મંજીરા) વગાડવા નો આનંદ માણી રહેલા વિયેતનામ, બ્રીટન, અને ફીનલેન્ડ ના મુલાકાતીઓ સાથે અમારી શાળા ના શિક્ષકો શ્રી રમેશભાઈ, શ્રી દિનેશભાઈ, શ્રી ભાવજીભાઇ, શ્રી વિનેશભાઈ અને મધુર કંઠે ગાયન કરતા વિધાર્થીઓ ધોરણ-8 અને ધોરણ-7 ના વિધાર્થીઓ સાથે બ્રિટન થી આવેલ મુલાકાતી ની કચરા નો કેવી રીતે […]

નમું આજ આદિત્યને હાથ જોડી

નમું આજ આદિત્યને હાથ જોડી, પ્રભુ કર્મનાં બંધનો નાખ તોડી; રવિ ભાવથી તુજને શિશ નામું, કૃપા દ્રષ્ટિથી જો મુજ રંક સામું. કરું વિનંતી આજ હું શુદ્ધ થાવા, ઊઠ્યું મનડું તાહરા ગુણ ગાવા; વંદુ નિર્મળી બુદ્ધિ પ્રેરિત વાણી, તમે શુદ્ધ દ્યો અક્ષરો ભક્ત જાણી. અહો કેમ હું વર્ણવું વાત તારી, રહ્યો માનવી અલ્પ છે બુદ્ધિ મારી; […]

પથીકની સંવેદના

મારા હૃદયની સંવેદના ની સરવાણી…

મારા વિશે

મારું નામ ખવડ જયરાજ રવુભાઇ છે.

હું ઉચ્ચ પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું.

મારો સ્નાતક કક્ષા નો મુખ્ય વિષય અંગ્રેજી છે.

પણ મારો શોખ નો વિષય ગાંડપણ ની હદે ગુજરાતી સાહિત્ય છે.

એમાય ચારણી અને ડીંગળી સાહિત્ય પ્રકાર નો ખુબ શોખ છે….

મારું સરનામું

મુ. ખીટલા
તાલુકો. સાયલા
જીલ્લો. સુરેન્દ્રનગર
પીનકોડે. 363440

ફોન નંબર: 9408146061
ઇમૈલ: jayraj.kathi89@gmail.com