Menu Sidebar
Menu

જયરાજ ખવડ

મારું નામ ખવડ જયરાજ રવુભાઇ છે. હું ઉચ્ચ પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું. મારો સ્નાતક કક્ષા નો મુખ્ય વિષય અંગ્રેજી છે. પણ મારો શોખ નો વિષય ગાંડપણ ની હદે ગુજરાતી સાહિત્ય છે. એમાય ચારણી અને ડીંગળી સાહિત્ય પ્રકાર નો ખુબ શોખ છે…..

રાજકારણ

બેઈમાનો ની આ દુનિયામા,
સહન કરે છે આ ઈમાનદારો.

પ્રજા તંત્રની ખરસી પર બેસીને,
તેઓ કરેછે મોટા મોટા કોભાંડો.

કૃષ્ણની આ ધરતી ઉપર એ,
કરે છે કોભાંડો ધાસ-ચારાના.

આતંકની પીઠ થાબડીને,
બનાવે છે આતંકના ઓંછ્યા.

રામની આ ધરતી ઉપર
ભોળવી જનતાને નામ રામનું વપરાય છે.

ભગવાનના નામે મત મેળવીને,
પછી તાગs ધિન્ના કરાય છે.

ચડાવે કોઈ બાયો આતંક સામે તો,
ટાંટિયા ખેચી એને નીચે પડાય છે.

                                              સ્વ. જયરાજભાઈ ખવડ

મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે… – સ્વ. જયરાજભાઈ ખવડ ના કંઠે

સ્વ. જયરાજભાઈ ખવડ પોતાની સ્કૂલમા બાળકોને “મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે” ગીત ગાઈને સમભળાવી રહયા છે.

તારીખ: ૧૪ ડિસેમ્બર ૨૦૧૪

 

લોમેવધામ

લેવા સંત ચરણે વિશ્રામ,
મારે જાવું ધજાળા ધામ.
——————————–
સુંદર દેવળ શોભે લોમેવનાથની,
મેતો બાધા લીધી એના નામની.

એક લોમેવનો આધારજી

(પાંચાળનાં પીર એવા લોમબાપુ અને મહંત શ્રી ભરતબાપુનાં ચરણે આવડ્યા એવાં શબ્દો મા કાલાવાલા કર્યા છે, આપને ગમે તો આપની મોટાઈ હશે.. અને કોઈ ભુલ હશે તો એ મારી હશે…)

*રાગ- પગ મને ધોવા દ્યો રઘૂરાય*

લોમેવ તણો આઘાર, જાણે ઉગમણો અજવાસ,
એક લોમેવનો આધારજી..

ચૌ દિશે અંધાર ધેરાણા, રાવણ નાં છે રાજજી,
સેવક ગણ નો સુરજ ઉગ્યો (૨), જાણે અજોધાનો રામ.
*એક લોમેવનો આધારજી (૧)*

ખેડૂ સઘળા દુ:ખે ઘેરાણા, ધરા પરે બળે લાયજી,
વાલો વિશ્વાસ રૂપે આવી (૨), જગને કરવા સહાય.
*એક લોમેવનો આધારજી (૨)*

મહંત અમારાં માલમી, મીઠી નજરુંના મેળાપજી,
શાંતિ પમાડે સંત જન(૨), કૂમ્પ અમીના કેવાય.
*એક લોમેવનો આધારજી (૩)*

દુઃખો સઘળા દળી દીધાં, કીધો નિજનો ઉદ્ધારજી,
ઝેર જીરવ્યાં જગતના (૨), દીધાં અમી ઓડકાર.
*એક લોમેવનો આધારજી (૪)*

‘જયરાજ’ નમીલે નાથને, ભજ્યા સમો ભગવાનજી,
બીજી સઘળી આળ-પંપાળ(૨), નરકે લઇ જનાર.
*એક લોમેવનો આધારજી (૫)*

ભાવ વંદના- જયરાજ ખવડ (ખીટલા)

શબ્દ સુધાર- ભનુભાઈ ખવડ (સેજકપર)

જયરાજભાઇ ખવડ ની સાથે મારી છૈલી મુલાકાત – ભનુભાઇ ખવડ

જયરાજભાઇ નુ વ્યક્તિત્વ થી એકદમ પરિચિત હતો.

તેઓ સદા કાયમને માટે મને ભલામણ કરતા કે લોમેવધામ ધજાળા નુ એક પુસ્તક લખો અને ખવડનો ઇતિહાસ લખો મને બહુજ ઇચ્છા છે તેમની સાથે પૃવિણભાઇ ખાચર તો ખરાજ.

છેલે પુસતક નુ કામ પુરુ થયુ અને અમારે લોમેવધામ મળવાનુ થયુ સાથે પુ.ભરતબાપુ અને ભગીરથબાપુ પણ હતા. લોમેવધામ પુસ્તક નો કાચો ડ્રાફ્ટ જોઇ બહુજ ખુશ થયા અને અમો બને સાથે અજીતભાઇ ખવડ સેજકપર વાળા પણ સાથે હતા ત્યારે પુ.ધજાળાના ઠાકરની સમાધિ એ અમો ગયા અને ફોટા લીધા આ અમારી છેલી તસવીર હતી.

મને કહયુ કે ભનુભાઇ મારે કાલે છેલો ડોઝ લેવા જવાનુ છે હવે પછી નથી જવાનુ આ કદાચ કુદરત બોલાવતી હશે ખરેખર છેલો ડોઝ લીધો.

મને કહેતા કે ભનુભાઇ હુ ડોઝ લઇને આવુ પછી બે દિવસ મારે આરામની જરુર પડે છે પરંતુ બે દિવસ પછી હુ અને તમે બોટાદ જઇ પુ બાપુનુ પુસ્તક છપાવવા જઇશુ

પછી મે બે દિવસ પછી ફોન કયોઁ તો મને કહયુ કે ભાઇ આ વખતે થોડો શ્વાસ ચડે છે માટે હજુ ત્રણ દિવસ પછી મને આરામ થઇ જશે
મે કહયુ કોઇ વાંધો નહી આપણે આરામ કરો આપણે શાંતિ થી જઇશુ.

જયરાજભાઇ ને કાવ્ય અને લોમેવધામ ની ભાવ વંદના લખવાનો ખુબજ શોખ હતો જયારે જયારે રચના કરે ત્યારે પહેલા તે રચના મને મોકલતા અને કહેતા કે આમા થોડો સુધારો કરી મોકલો પછી હુ ગૃપમા મોકલીશ આવી તેમની પાસે નાનપ હતી.

અમે અવારનવાર મળતા પણ આ તસવીર અમારી છેલી હતી.

દુખ ઘણુ થયૂ છે પણ કદાચ ઇશ્વર ને જરુર હશે અને આ આતમા ને અડધા નાટક મા પાછો બોલાવી લીધો.

હે અંજુઁન જનમ મરણ નો શોક જ્ઞાની જનો નથી કરતા આ કુદરત નો અટલ નિયમ છે.

દશરથ રાજાના વિયોગ મા ભગવાન રામ પણ ભાંગી પડયા હતા ત્યારે વશિષઠજી પણ રામને કહે છે હે રામ જન્મ મરણ અટલ છે માટે આપ જેવા જ્ઞાનિ પુરુષો એ શોક કરવો તે ઉચિત નથી માટે શાંત થાઓ.

( ભનુભાઇ ખવડ (સેજકપર)ના રામ રામ)

जयराज खवडना मरशिया

खत्री तारी खोट, काठी मटशे ना कदी
चारण ने दइ चोट, जतो रियो जयराजिया (१)

नकरा वेणे नेह, खाटा मीठा द्ये खवड
आज वियो ग्यो एह, जगत तजी जयराजिया (२)

याचक तारी याद, साद सिवाये शुं करे
वचन मही भर वाद, जोता रह्या जयराजिया (३)

अणसुण एक अवाज, दर्शन पण दीधा नही
सरगापरना साज, जाजा दुखद जयराजिया (४)

पाकल रूडू पंड, खंडित आखु थ्यु खवड
दीधो मोटो दंड, जमराजे जयराजिया (५)

बांधो ई अकबंध, खींटाले मामो खवड
आज की ग्यो अंध, जोया वण जयराजिया (६)

परथम धरतो पाय, मोत परे आ मरशिया
लखता जाय लखाय, जाशिलथी जयराजिया (७)

दरकारे तम द्वार, दोड मटावत सौ दरद
दुख दीधा दरबार, रुदिये खूब रवाउता (८)

सेज नही अब सख्ख, अख्ख मही रइ ग्यो अमर
दिन राते दइ दख्ख, धोखा राखे धारियो (९)

साचो मारो स्नेह, वेह मुजब में वापर्यो
दाज्यो तारो देह, धगधगता अम धारिया (१०)

-कवि धार्मिक गढवी जांबुडा

9712422105

મતિ ફરે માનવની, ત્યારે સાચું સુજાડે સંત,
છાંડી જાય સઘળા સીમાડા આતમનાં તંત.

શાળા પ્રવેશોત્સવ-2017

આજે શાળા પ્રવેશોત્સવ-2017 કાર્યક્રમોંમાં લાયજન ઓફિસર તરીકે ત્રણ શાળા ઓ શ્રી ગંગાનગર પ્રાથમિક શાળા, શ્રી સામતપર પ્રાથમિક શાળા અને ભાડુકા પ્રાથમિક શાળા ની મુલાકાત લેવાનું થયુ..

શાળા પરિવાર, એસ.એમ.સી., બાળકો ની મહેનત અને હોંશ જોવા મળી…

હાલો માનવીયો રે, ધજાળા ધામમાં

રાગ- હાલો માનવીયો રે ગરવા ગિરનારમાં…

હાલો માનવીયો રે, ધજાળા ધામમાં,
અવતર્યો અજોધાનો રામ, માનવીયો રે..

જાદર ગોરખ ને લોમેવની ચેતના,
પીરાઈ વડી પરચાળી, માનવીયો રે..

જગતાધાર દેવ બેઠો, લોમેવનાં રૂપમાં,
પુરે છે સઘળી આશ, માનવીયો રે..

નકળંગી નાથ બેઠો છે, સંગ મા,
લીલુંડા ઘોડે અસવાર,માનવીયો રે..

કોંડિલા કાન બેઠા, રાધે ના સંગ મા,
જાણે દ્વારિકાને દરબાર, માનવીયો રે..

સ્મિત ધરી મુખે જયાં લોમેવ બેઠા છે,
જાણે અજોધા ના અવિનાશી, માનવીયો રે..

ગૌસેવા અશ્વસેવાના વ્રતો લીધાં છે,
પીરસાય પ્રેમથી ભાણા, માનવીયો રે..

ભરતબાપુ અમારે ભોળા ભગવાન છે,
દર્શનથી દુઃખો ટળી જાય, માનવીયો રે..

ગઢ લંકા ને રણે, કિઘો ભીષણ જંગ;
દઊ જાજેરા રન્ગ, બાહુબલી બજરંગ.

(રચના: જયરાજ આર. ખવડ)
ગમે તો કહેજો….

Older Posts

પથીકની સંવેદના

મારા હૃદયની સંવેદના ની સરવાણી…

મારા વિશે

મારું નામ ખવડ જયરાજ રવુભાઇ છે.

હું ઉચ્ચ પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું.

મારો સ્નાતક કક્ષા નો મુખ્ય વિષય અંગ્રેજી છે.

પણ મારો શોખ નો વિષય ગાંડપણ ની હદે ગુજરાતી સાહિત્ય છે.

એમાય ચારણી અને ડીંગળી સાહિત્ય પ્રકાર નો ખુબ શોખ છે….

મારું સરનામું

મુ. ખીટલા
તાલુકો. સાયલા
જીલ્લો. સુરેન્દ્રનગર
પીનકોડે. 363440

ફોન નંબર: 9408146061
ઇમૈલ: jayraj.kathi89@gmail.com